બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man found nearly 11 carat diamond worth rs 50 lakh in madhya pradesh

ગુડ લક / ખોદકામ કરનાર વ્યક્તિને કામ કરતા મળી એવી વસ્તુ કે રાતો રાત થઈ ગયો કરોડપતિ

Dharmishtha

Last Updated: 01:34 PM, 22 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરાની ખાણ તરીકે જાણીતા મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં 35 વર્ષીય એક વ્યક્તિને ખાણમાંથી ખોદકામ કરતા મંગળવારે 10.59 કેરેટનો ઉચ્ચ ક્વોલિટીનો કિંમતી હીરો મળ્યો છે. જાણકારોના જણાવ્યાનુંસાર આ હરાજીમાં તે કિંમત 50 લાખથી 1 કરોડ રુપિયામાં વેચાઈ શકે છે. હીરા કાર્યાલયમાં પન્નના હીરા અધિકારી આર. કે. પાંડેયે જણાવ્યું કે આનંદી લાલ કુશવાહને આજે ઉજ્જવલ ક્વોલિટીનો એક બહું જ કિંમતી હીરો મળ્યો છે. જેનું વજન 10.59 કરેટ છે.

  • હીરાની કિંમત 50 લાખથી 1 કરોડ રુપિયા હોઈ શકે છે
  • ખાણમાં ખોદકામ દરમિયાન 10.59 કેરેટનો ઉચ્ચ ક્વોલિટીનો હીરો મળ્યો 
  • 15 કિમી દૂર રાનીપુરની ઉથલી હીરા ખાણમાં ખોદકામ દરમિયાન મળ્યો હતો

તેમણે કહ્યું કે આ હીરો પન્ના જિલ્લાના મુખ્યાલયથી લગભગ 15 કિમી દૂર રાનીપુરની ઉથલી હીરા ખાણમાં ખોદકામ દરમિયાન મળ્યો હતો. તેમણે કહ્યું કે કુશવાહે આ હીરાને આ હીરા કાર્યલયમાં જમા કરાવ્યો હતો અને તેને વેચવા માટે હરાજી કરવામાં આવશે. આ હીરાની હરાજીમાંથી જે કંઈ પૈસા આવશે તે ટેક્સ કાપીને આ વ્યક્તિને આપવામાં આવશે.

આ દરમિયાન આનંદી લાલ કુશવાહે જણાવ્યુ કે આ પહેલા આ ખાણમાં ખોદકામ દરમિયાન તેને 70 સેન્ટનો હિરો મળી ચૂક્યો છે અને હવે તેને 10.69 કેરેટનો બહું જ કિંમતી હીરો મળ્યો છે. હીરાના જાણકારોનું માનવુ છે કે આ હીરાની કિંમત 50 લાખથી 1 કરોડ રુપિયા હોઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diamond Madhya Pradesh ડાયમંડ મધ્ય પ્રદેશ હીરો Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ