ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં T20 ફાઈનલ મેચની ટિકિટની કાળાબજાર કરતો શખ્શ ઝડપાયો

કાર્યવાહી / અમદાવાદમાં T20 ફાઈનલ મેચની ટિકિટની કાળાબજાર કરતો શખ્શ ઝડપાયો

Published By: Vishal Khamar

Last Updated: 10:53 PM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર ફાઈલન મેચને લઈ ક્રિકટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાઈલન મેચની ટિકિટની કાળાબજારીયાઓ સક્રિય થઈ જવા પામ્યા છે. પોલીસે એક કાળાબજારીયાને ઝડપી પાડી તેની પાસેથી 8 ટિકિટ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

અમદાવાદમાં આવનારી ક્રિકેટ ફાઈનલ મેચને લઈને ટિકિટોની ભારે માંગ વચ્ચે કાળાબજારીના બનાવો સામે આવી રહ્યા છે. સાબરમતી પોલીસે ટિકિટની કાળાબજારી કરતા વધુ એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી માહિતીના આધારે અચેર ચાર રસ્તા નજીક નજર રાખવામાં આવી હતી. દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ટિકિટ વેચતો હોવાનું જણાતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 2 હજાર રૂપિયાની મૂળ કિંમત ધરાવતી ટિકિટોને 10 થી 12 હજાર રૂપિયામાં વેચી કાળાબજારી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 2 હજાર રૂપિયાની કિંમતની કુલ 8 ટિકિટ જપ્ત કરી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોપેડ, મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે 50 હજાર રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિતની મનપામાં વહીવટદારોની નિમણૂંક, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી

સાબરમતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ કાળાબજારી પાછળ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Final Match Tickets Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ