બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યાના પુત્ર અને ગર્લફ્રેન્ડનો પ્રેમ જોઈને ઈમ્પ્રેસ થઈ માહી વિજે કહ્યું-'નતાશા તે...'

સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યાના પુત્ર અને ગર્લફ્રેન્ડનો પ્રેમ જોઈને ઈમ્પ્રેસ થઈ માહી વિજે કહ્યું-'નતાશા તે...'

Nirav Kumar

Last Updated: 10:28 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમી ફાઈનલમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ પંડ્યાના પુત્ર સાથે જોવા મળી હતી. માહી વિજે બંનેનો ફોટો શેર કર્યો હતો.

હાર્દિક પંડ્યા અત્યારે માહિકા શર્મા સાથે રીલેશનમાં છે.  હાર્દિક અને માહિકા છેલ્લા કેટલાક સમયથી સાથે છે. માહિકા માત્ર હાર્દિક સાથે જ નહીં પરંતુ તેના પુત્ર અગસ્ત્ય સાથે પણ ખૂબ જ સારી મિત્રતા ધરાવે છે. ગુરુવારે માહિકા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સેમિફાઇનલમાં હાર્દિકને સપોર્ટ આપવા આવી હતી અને આ સમય દરમિયાન તે સ્ટેન્ડમાં અગસ્ત્ય સાથે બેઠી હતી.

બંનેના એકસાથે અનેક ફોટા અને વીડિયો વાયરલ થયા છે. હવે, માહી વિજે બંનેનો ફોટો શેર કર્યો તેને એક સારી ક્ષણ ગણાવી છે. તેને નતાશાની પણ પ્રશંસા કરી હતી. માહીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે , "આને આપણે એક ખુબસુરત દુનિયા કહીએ છીએ જ્યાં બાળક નફરત નહીં પણ પ્રેમ શીખે છે. નતાશા તમે માતા તરીકે ખૂબ સારું કામ કર્યું છે."

Mahi

માહિકા અને હાર્દિક 2025 થી ડેટિંગ કરી રહ્યા છે. દિવાળી પર આ બંનેએ સાથે ફોટા શેર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. જેમાં વેલેન્ટાઇન ડે પર હાર્દિકે માહિકાના નામનું ટેટૂ બનાવડાવ્યું હતું. તેઓએ માહિકાના જન્મદિવસ માટે એક શાનદાર ઉજવણીનું પણ આયોજન કર્યું હતું. માહિકા હાર્દિકને સપોર્ટ આપવા માટે દરેક મેચમાં હાજરી આપે છે. તે સોશિયલ મીડિયા પર હાર્દિક સાથે વારંવાર પોસ્ટ્સ પણ શેર કરે છે.

  • નતાશા સાથે લવ મેરેજ

માહિકા પહેલા હાર્દિક નતાશા સાથે રીલેશનમાં હતો. તેઓએ 2020 માં લગ્ન કર્યા હતા. આ સિવાય તેઓએ બાદમાં હિન્દુ અને ખ્રિસ્તી બંને રીતરિવાજો અનુસાર લગ્ન સમારોહ કર્યો હતો જેમાં તેમનો પુત્ર અગસ્ત્ય પણ હાજર હતો. પરંતુ 2024 માં તેઓએ તેમના અલગ થવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેઓએ તેમના અલગ થવાનું કારણ આપ્યું ન હતું. તેઓ તેમના પુત્ર અગસ્ત્યને સાથે ઉછેરવાનું ચાલુ રાખ્યું છે. નતાશા અગસ્ત્યને તેના પિતાને મળવા લઈ જાય છે. એટલું જ નહીં છૂટાછેડા બાદ પણ નતાશા હાર્દિકની ભાભી પંખુરી સાથે સારા સંબંધો રાખ્યા છે.


વધુ વાંચો : શિવમ દુબેનું ત્રણ વાર રન આઉટ થવું ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ જીતનો સંકેત, બની ગયો અદ્ભુત સંયોગ

થોડા સમય પહેલા હાર્દિકે તેના પુત્ર અગસ્ત્યને 4 કરોડની કિંમતનો લક્ઝરી લેન્ડ રોવર ડિફેન્ડર ભેટમાં આપ્યો હતો. નતાશા કારની ડિલિવરી લેવા માટે અગસ્ત્ય સાથે ગઈ હતી. જેમાં કાર સાથેના બંનેના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Mahika Sharma Mahi Vij
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ