બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શિવમ દુબેનું ત્રણ વાર રન આઉટ થવું ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ જીતનો સંકેત, બની ગયો અદ્ભુત સંયોગ

ક્રિકેટ / શિવમ દુબેનું ત્રણ વાર રન આઉટ થવું ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ જીતનો સંકેત, બની ગયો અદ્ભુત સંયોગ

Ajitsinh Jadeja

Last Updated: 05:36 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: ભારતીય ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026 ના ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે.

Team India: ભારતીય ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026 ના ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર શિવમ દુબે 43 રન બનાવીને રન આઉટ થયો, જેનાથી એક અદ્ભુત સંયોગ બની ગયો છે.

ભારતીય ટીમે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ 7 રનથી જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આ સેમિફાઇનલમાં બંને ટીમોએ 40 ઓવરમાં 499 રન બનાવ્યા, જે સ્પષ્ટપણે બેટ્સમેનોના સંપૂર્ણ વર્ચસ્વનું પ્રદર્શન કરે છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 253 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડ ફક્ત 246 રન જ બનાવી શક્યું.

ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં પણ પોતાનો બેટિંગ ક્રમ બદલ્યો હતો અને શિવમ દુબેને ચોથા નંબરે મોકલવામાં આવ્યો હતો. દુબેએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો, તેણે 25 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા, પરંતુ તે રન આઉટ થયો હતો. આ સાથે એક અદભૂત સંયોગ બની ગયો જે હવે ટીમ ઇન્ડિયા માટે કપ જીતવાનો સંકેત આપે છે.

શિવમ દુબેએ એમએસ ધોનીની બરાબરી કરી

વર્ષ 2007 માં જ્યારે ટીમ ઇન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ પહેલીવાર ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ધોની તે ટુર્નામેન્ટમાં ત્રણ વખત રન આઉટ થઇ પવેલિયન પરત ફર્યો હતો. હવે કારકિર્દીમાં બીજી વખત ટી20 વર્લ્ડ કપ રમી રહેલા શિવમ દુબે ત્રણ વખત રન આઉટ થયો છે. આ સાથે તેણે એક જ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આઉટના ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આવી સ્થિતિમાં દુબેનું ત્રણ વાર રન આઉટ એક અદભૂત સંયોગ છે, જે 2026 ના ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની સંભવિત જીત તરફ ઈશારો કરે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ટી 20 વર્લ્ડ કપ : બુમરાહના બંપ કેચ પર ઉછળી સાક્ષી... ધોનીનું કુલ રિએક્શન વાયરલ

શિવમ પર હવે ફાઇનલમાં મોટી જવાબદારી

ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે, જે ટીમને તેઓ ટુર્નામેન્ટના ઇતિહાસમાં હજુ સુધી હરાવી શક્યા નથી. પરિણામે બધાની નજર શિવમ દુબે પર રહેશે. ન્યુઝીલેન્ડ સામે દુબેનો ટી20 રેકોર્ડ દર્શાવે છે કે તેણે 10 મેચોમાં 26.33 ની સરેરાશથી 158 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દુબેનો રેકોર્ડ દર્શાવે છે કે તેણે ત્યાં ત્રણ મેચ રમી છે, જેમાં 59 ની સરેરાશથી 118 રન બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni Shivam Dube in T20I T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ