બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:34 AM, 6 March 2026
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ICC મેન્સ ટી 20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં 7 રનથી જીત હાંસિલ કરી છે. ગુરુવાર(5મી માર્ચ)ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની સાથે VIP બોક્સમાં જોવા મળ્યા. VIP બોક્સમાં રોહિત શર્મા અને તેમની પત્ની રીતિકા સજદેહ પણ મેચનો આનંદ લઈ રહ્યા હતા.
ADVERTISEMENT
જ્યારે ઈંગ્લેન્ડ 254 રનનો પીછો કરી રહ્યું હતું તો 18મી ઓવરમાં એક રોચક ઘટના બની હતી. જસપ્રીત બુમરાહે ફોલો થ્રૂમાં બોલ પકડ્યો. જોકે એમએસ ધોનીના વાઈફ સાક્ષીને લાગી રહ્યું છે કે બુમરાહે સેમ કરનનો કેચ પકડ્યો છે અને તેમણે જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે. એક બોલ બાઉન્સ થઈને બુમરાહ પાસે પહોંચ્યો એટલા માટે કરન આઉટ ન થયો.
आज ये भी बढ़िया सीन था।
— Baliyan (@Baliyan_x) March 5, 2026
Axar Patel द्वारा कैच के बाद साक्षी बेहद ख़ुश।
पर धोनी तो है कैप्टेन कूल- बोले बैठ जाओ अभी मैच बचा है 😍 pic.twitter.com/9kX0ORVQP7
ADVERTISEMENT
બધાને આ સ્થિતિની ખબર હતી પણ સાક્ષી ધોનીએ ખોટું અનુમાન લગાવ્યું. તેમનો જશ્ન જોઈને એમએસ ધોનીની શાંત પ્રતિક્રિયાએ બધાનું દિલ જીતી લીધું. ધોનીએ એકદમ શાંત અને મજેદાર રીતે તેમને શાંત થઈ જાવનો ઈશારો કર્યો. આ ઘટનાને જોઈને વીઆઈપી સ્ટેન્ડમાં હાજર તમામ સેલિબ્રિટી પણ હસી પડ્યા. આ ક્લીપ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 253/7 રન બનાવ્યા હતા. ભારત તરફથી સંજુ સેમસને 42 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે શિવમ દુબેએ 25 બોલમાં 43 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 246/7 સુધી પહોંચી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથેલે 48 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તેને બીજા છેડેથી ટેકો મળ્યો ન હતો. હવે ભારતનો મુકાબલો ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે, જે રવિવાર (8 માર્ચ) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સેમી ફાઈનલમાં ભારતની જીતનો શું હતો ટર્નિંગ પોઈન્ટ, કોણે પલટી મેચ? સૂર્યકુમાર યાદવે બધું કહ્યું
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ધોની હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સક્રિય છે. તે ફરી એકવાર IPL ૨૦૨૬ માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ધમાલ મચાવશે. ધોનીએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, CSK પાંચ વખત IPL ટાઇટલ જીતી ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.