બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 14 February 2024
ADVERTISEMENT
દિવસેને દિવસે સાયબર ફ્રોડનાં કેસ વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને ફિલ્મી કલાકારો સુધી હર કોઈ આ સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર મહેશ બાબુનાં ઘરે પણ આવો જ એક સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે.
મહેશ બાબુની દીકરી પણ બની સાયબર ફ્રોડનો શિકાર
એક સાયબર ગુનેગારે મહેશ બાબુની દીકરી સિતારાનાં નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટને ઘણા લોકોએ ફોલો પણ કર્યું. ત્યારબાદ આ સાયબર ગુનેગારે, આ એકાઉન્ટનાં માધ્યમથી કેટલીક લિન્ક શેર કરી હતી. લિન્ક શેર કરીને કહેવામાં આવ્યું હતું કે આ લિન્ક પર રોકાણ કરો. કેટલા લોકોએ આ લિન્કનાં માધ્યમથી રોકાણ કર્યું હાલ તેની કોઈ માહિતી નથી.
ADVERTISEMENT

વાંચવા જેવું: Bhool Bhulaiyaa 3: હવે એક નહીં, બે મંજૂલિકા સાથે લડશે આ બોલિવુડ એક્ટર, અક્ષય નહીં, તો કોણ?
ADVERTISEMENT
કેવી રીતે નકલી એકાઉન્ટની જાણ થઈ
આ નકલી એકાઉન્ટ વિશે સૌપ્રથમ જાણ સિતારાની માતા નમ્રતા શિરોડકરને થઈ હતી. ત્યારબાદ મહેશ બાબુનાં પ્રોડક્શન હાઉસ GMB એન્ટરટેનમેન્ટે ચેતવણી આપી. પોલીસે GMB એન્ટરટેનમેન્ટ સાથે સંપર્ક કરી સંપૂર્ણ માહિતી મેળવી છે. હાલ આ સાયબર ગુનેગારની તપાસ ચાલી રહી છે.
નકલી સોશિયલ મિડીયા એકાઉન્ટને ઓળખતા શીખો
સોશિયલ મિડીયા પર કલાકારોનાં નામે ઘણા નકલી એકાઉન્ટ છે. ઘણીવાર લોકો આ એકાઉન્ટને ફોલો કરી બેસે છે અને ત્યારબાદ સાયબર ફ્રોડનો શિકાર બની જાય છે. આ એકાઉન્ટ સાચું છે કે નકલી, તેની ઓળખ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.