બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:49 PM, 23 February 2024
દર મહિનાની તેરસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ તિથિ ભગવાન શિવને સમર્પિત હોય છે. ત્યાં જ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ તિથિ એટલા માટે મહત્વપૂર્ણ છે કે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે કારણ કે મહાશિવરાત્રી વ્રતના જ દિવસે પ્રદોષ વ્રત આવે છે. એવામાં મહાશિવારાત્રી વ્રત રાખવું પ્રદોષ વ્રતનો પણ લાભ આપશે. એટલે કે એક વ્રત કરવાથી બે વ્રતનો ફાયદો મળશે.
ADVERTISEMENT
મહાશિવરાત્રિ પર અદ્ભૂત સંયોગ
8 માર્ચે મહાશિવરાત્રી પર પ્રદોષ વ્રત આવી રહ્યું છે. તેના ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિદ્ધિ યોગ અને ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. હકીકતે શનિ પહેલાથી પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. ગ્રહોના રાજા સૂર્ય પણ કુંભ રાશિમાં છે. તેના ઉપરાંત 8 માર્ચ મહાશિવરાત્રા દિવસે કુંભમાં સૂર્ય, શનિ ઉપરાંત શુક્ર અને ચંદ્રમા પણ બિરાજમાન રહ્યા. આ રીતે શનિની રાશિ કુંભમાં 4 ગ્રહોની હાજરી ચતુર્ગ્રહી યોગ બનાવશે. સાથે જ મહાશિવરાત્રી શુક્રવારે પ્રદોષ વ્રતના દિવસે છે. આ પ્રકારે મહાશિવરાત્રિ પર શુક્ર પ્રદોષના સંયોગથી શિવ-પાર્વતીની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા મળશે.
ADVERTISEMENT
મહાશિવરાત્રી પર કરો આ ઉપાય
આર્થિક સમૃદ્ધિ મેળવવાના ઉપાય
મહાશિવરાત્રીના દિવસે શુક્ર પ્રદોષ પણ છે. એટલે ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો. તેમને ખીર કે સફેદ મીઠાઈનો ભોગ લગાવો. તેનાથી માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિ સારી રહે છે.
વધુ વાંચો: કુંભ રાશિમાં 50 વર્ષ બાદ બની રહ્યો છે ત્રિગ્રહી યોગ: આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
શત્રુઓ પર વિજય માટે ઉપાય
જો શત્રુ પરેશાન કરી રહ્યા છે કે જીવનમાં કષ્ટ હોય તો મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરો. રૂદ્રાભિષેક કરો. તેના માટે શિવ યોગ કે સિદ્ધિ યોગના સમયને પસંદ કરો. તેનાથી મુશ્કેલીઓ, કષ્ટ દૂર થશે. તમે વિજય પ્રાપ્ત કરશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.