બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / madhya pradesh case against tailor for sewing small size brief

FIR / એક યુવકે પોલીસ ફરિયાદમાં કહ્યું, કે‘સાહેબ, આને મારુ આંતરવસ્ત્ર ટુંકુ સિવ્યું છે’અને પછી જે થયું

Dharmishtha

Last Updated: 02:14 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલના હબીબગંજની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. હબીબગંજ પોલીસ સ્ટેશનમાં એક યુવકે અંડરગારમેન્ટ નાના સિવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવકે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેને 2 મીટર કપડુ આપ્યુ હતું પરંતુ દરજીએ અંડરગારમેન્ટ નાનો સિવ્યો છે. જ્યારે હું આની ફરિયાદ લઈને તેની પાસે ગયો તો તેણે અંડરગાર્મેન્ટને મોટા કરવાની ના પાડી દીધી છે.

  • યુવકે અંડરગારમેન્ટ નાના સિવ્યા હોવાની ફરિયાદ નોંધાવી
  •  2 મીટર કપડુ આપ્યુ હતું પરંતુ દરજીએ અંડરગારમેન્ટ નાનો સિવ્યો છે
  • યુવક હબીબગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો

દરજીએ તેમ કરવાની ના પાડતા તે હબીબગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે આ મામલે લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી હતી. એવી ફરિયાદ મળ્યા પછી પોલીસ અસ્મંજસમાં પડી ગઈ હતી. જો કે આ મામલામાં કોઈ ક્રિમિનલ કેસ બનતો નથી પરંતુ આ બાદ વિચાર કરીને પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.


જ્યારે આ અંગે સ્ટેશન હેડ રાકેશ શ્રીવાસ્તવને માહિતી મળી તો તેમણે ભીમ નગરના સ્થાનિક યુવક કુષ્ણ કુમાર દુબેને બોલાવ્યો અને આ મામસે સિવિલ કોર્ટમાં જવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે આ કેસ કોર્ટમાં સોલ્વ કરી શકાય છે.

કૃષ્ણ કુમાર દુબેએ જણાવ્યું કે હબીબગંજના 5 નંબર માર્કેટમાં એક દરજીની દુકાન છે. તેમણે દર્દીને 2 મીટર કપડુ અંડરગારમેન્ટ સિવવા આપ્યુ હતું. આ બાદ તેણે અંડરગારમેન્ટ નાનુ સિવ્યુ હતું જેથી મે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મને કોર્ટમાં જવાની સલાહ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

FIR Madhya Pradesh Tailor Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ