ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / લખનૌની પહેલી જીત, ઋષભ પંતની શાનદાર ઇનિંગ, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

LSG vs SRH / લખનૌની પહેલી જીત, ઋષભ પંતની શાનદાર ઇનિંગ, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

Published By: Nirav Kumar

Last Updated: 03:38 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં IPL 2026 ની 10મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની લાસ્ટ ઓવરમાં જીતી થઇ હતી. જેમાં તેમનો 5 વિકેટે વિજય થયો હતો.

ADVERTISEMENT

IPL 2026 ની 10મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો.  ટોસ જીત્યા બાદ લખનૌએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. આ મેચ લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. જેમાં ટીમે માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. જેમાં  ટ્રેવિસ હેડે 7 રન બનાવ્યા હતા જ્યારે લિયામ લિવિંગસ્ટોને 14 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા ઝીરો પર આઉટ થયો હતો. તો કેપ્ટન ઇશાન કિશન માત્ર 1 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ હેનરિક ક્લાસેન 41 બોલમાં 62 રનની સારી ઇનિંગ રમી હતી તેને સપોર્ટ આપતા નીતિશ કુમાર રેડ્ડીએ 33 બોલમાં 56 રન બનાવ્યા હતા. ત્યારબાદ હૈદરાબાદ ફરી કોલેપ્ફસ થયું હતું.જેના લીધે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 156 રન બનાવી શકી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને અવેશ ખાને 2-2 વિકેટ લીધી હતી.

157 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી નહતી. જેમાં મિશેલ માર્શ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો.  ઓપનર એડન માર્કરામે 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરતા કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે 50 બોલમાં અણનમ 68  રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ અંતે મેદાનમાં આવ્યો હતો અને 16 રન બનાવીને લખનૌને અંતિમ ઓવરમાં 5 વિકેટથી મેચ જીતવામાં મદદ કરી હતી.  સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હર્ષ દુબેએ 2 વિકેટ લીધી હતી.

vtv app promotion

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે 4  મેચ જીતી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 2  જીતી છે. ગઈ સિઝનમાં બંને ટીમોએ 2 મેચ રમી હતી જેમાં સ્કોર 1-1 થી બરાબર રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવંગ કુમાર, હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ.

વધુ વાંચો : છેલ્લી ઓવરમાં તુષાર દેશપાંડેની કમાલ, રાજસ્થાને ગુજરાતને 6 રને હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઇલેવન : મિશેલ માર્શ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), એડન માર્કરામ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મણીમારન સિદ્ધાર્થ, અવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી અને પ્રિન્સ યાદવ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Lucknow Super Giants Sunrisers Hyderabad

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ