બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Lok Sabha security breach Lok Sabha speaker Om Birla says no need to worry about the smoke
ADVERTISEMENT
સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભાની સુરક્ષામાં ચૂક. ઓડિયન્સ ગેલેરીમાંથી એક શખ્સ છલાંગ લગાવીને સાંસદોની વચ્ચે આવી ગયો અને સ્મોક કેન્ડ સળગાવી. લોકસભાની સુરક્ષાના ધજાગરા ઉડાવતા આ શખ્સોનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
#WATCH | Lok Sabha security breach | Lok Sabha speaker Om Birla says "Both of them have been nabbed and the materials with them have also been seized. The two people outside the Parliament have also been arrested by Police..." pic.twitter.com/0CtsaKR2Rk
— ANI (@ANI) December 13, 2023
ADVERTISEMENT
શું કહ્યું ઓમ બિરલાએ?
સંસદ ભવનની સુરક્ષામાં ચૂક માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાએએ તમામ સાંસદોને આશ્વાસન આપતા કહ્યું કે હવે ચિંતાની કોઈ વાત નથી. સદનની અંદર થયેલ ધમાડો સાધારણ ધુમાડો હતો અને ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
#WATCH | Lok Sabha security breach | Lok Sabha speaker Om Birla says "A thorough investigation of the incident that took place during zero hour, is being done. Essential instructions have also been given to Delhi Police. In the primary investigation, it has been found that it was… pic.twitter.com/GPMPAoyeLk
— ANI (@ANI) December 13, 2023
ADVERTISEMENT
ઓમ બિરલાએ વધુમાં કહ્યું કે અંતિમ તપાસની વિગત સામે આવ્યા બાદ હું સંસદને અવગત કરાવીશ. હાલ બંને સંદિગ્ધોની ધરપક કરી લેવામાં આવી છે, સદનના બહારથી પણ બે લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. તે લોકો જે સામગ્રી લઈને આવ્યા હતા તે પણ જપ્તી કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે જ્યારે સાંસદો આ શખ્સને પકડવા ગયા ત્યારે તેણે સ્મોક કેન્ડલ સળગાવી હતી જે બાદ સમગ્ર સદનમાં ધુમાડો ધુમાડો થઈ ગયો. બાદમાં બને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે પૂછપરછ શરૂ કરી
બંને આરોપીઓમાંથી એકનું નામ સાગર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્મોક કેન્ડલ જૂતાંની અંદર છુપાવીને લઈને આવ્યા હતા. બંને વિઝિટર બનીને સંસદમાં આવ્યા હતા અને તેમની પાસે મૈસૂરના સાંસદના નામે રેફરી પાસ હતો. દિલ્હી પોલીસની એન્ટિ ટેરર યુનિટ સ્પેશ્યલ સેલ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
જુઓ શું કહ્યું MPએ
નોંધનીય છે કે સૌથી પહેલા સાંસદ મલૂક નાગર અને મનોજ કોટકે બંનેને ઝડપી પાડયા હતા. બાદમાં સુરક્ષાકર્મીઓએ બંને ઝડપ્યા. મલુક નાગરે સમગ્ર ઘટના મામલે કહ્યું કે શૂન્ય કાળ સમાપ્ત થવાનો હતો ત્યારે ધડામ અવાજ આવ્યો, મને લાગ્યું કે કોઈનો પગ ગયો પડ્યો, મેં ઉપર જોયું તો બીજી તરફ વધુ એક યુવક કૂદી પડ્યો. બાદમાં સમજમાં આવ્યું કે આ બંને કોઈ ઈરાદાથી અંદર આવ્યા છે.
બહાર પણ બે લોકોએ સ્મોક કેન્ડલ સળગાવી
નોંધનીય છે કે સંસદ ભવનની અંદર જ નહીં બહાર પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટ ભવનની પાસે એક 42 વર્ષની મહિલા નીલમ તથા 25 વર્ષના અમોલ શિંદેની ધરપકડ કરવામાં આવી છે. આ બંને સંસદ ભવનની બહાર સ્મોક કેન્ડલ સળગાવીને નારા લગાવી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.