ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Extra / આરોગ્ય / સમોસાની અંદર બટાકાની જગ્યાએ મળી ગરોળી, 5 વર્ષના છોકરાની હાલત ખરાબ

નાસ્તો ભારે પડ્યો / સમોસાની અંદર બટાકાની જગ્યાએ મળી ગરોળી, 5 વર્ષના છોકરાની હાલત ખરાબ

Last Updated: 08:09 PM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના રીવામાં આવેલી એક હોટલમાં નાસ્તો કરવા બેસેલા બાળકના સમોસામાં ગરોળી આવતા તેને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીઓ આવવાનું શરુ થઇ ગયું હતું. જેથી તેને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના રીવાથી એક હડકંપ મચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળકે સમોસો ખાધો તો તેમાં મરેલી ગરોળી જોવા મળી હતી. જેમાં અડધી ગરોળી તો સમોસાની સાથે બાળકના પેટમાં પણ જતી રહી હતી. જેથી બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

PROMOTIONAL 1

પાંચ વર્ષના બાળકના સમોસામાં ગરોળી આવતા તેને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીઓ આવવાનું પણ શરુ થઇ ગયું હતું. જેથી તેને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અત્યારે તેની હાલત સારી છે. બાળકના પરિજનોએ હોટલના માલિક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

વધુ વાંચો : અરરર...! હવે બિયરની બોટલમાં તરતી જોવા મળી મરેલી ગરોળી, જુઓ વાયરલ વીડિયો

આ મામલો ગઈકાલ એટલે કે ગુરુવારની રાતનો છે. સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુરેશ હોટલમાં નાસ્તો કરતી વખતે બાળકના સમોસામાં ગરોળી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને હોટલ સંચાલકની તપાસ હાથ ધરી છે. પરિવારજનોનો આરોપ છે કે, સમોસામાં ગરોળીનું માથું હતું અને તેનું અડધું શરીર સમોસા સાથે બાળકના પેટમાં જતું રહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samosa Food Poisoning Lizard
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ