બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FASTAG કયા હાઇવે પર ચાલશે, અને ક્યાં નહીં ચાલે? એક ક્લિકમાં દૂર કરો તમારું કન્ફ્યુઝન

જાણી લેજો / FASTAG કયા હાઇવે પર ચાલશે, અને ક્યાં નહીં ચાલે? એક ક્લિકમાં દૂર કરો તમારું કન્ફ્યુઝન

Last Updated: 03:35 PM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાસ્ટેગ એન્યુઅલ પાસથી વર્ષમાં 200 ટ્રિપ મફત કરી શકાશે. પરંતુ કેટલાક હાઇવે અને એક્સપ્રેસવે પર એન્યુઅલ પાસ માન્ય નહીં રહે. જાણો કયા હાઇવે આ યાદીમાં સામેલ છે?

દેશમાં રોજ હજારો-લાખો વાહનો રસ્તાઓ પર દોડતા જોવા મળે છે. રસ્તાઓ પર ચાલતા વાહનો જ્યારે એક રાજ્યમાંથી બીજાં રાજ્ય તરફ જાય છે ત્યારે વચ્ચે ટોલ પ્લાઝા આવે છે, જ્યાં તેમને ટોલ ટેક્સ ભરવો પડે છે. હાલમાં જ દેશના કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીજી એ ફાસ્ટેગ એન્યુઅલ પાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ફાસ્ટેગ એન્યુઅલ પાસ

ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક વર્ષ માટે આપવામાં આવશે. તેની કિંમત 3000 રૂપિયા હશે, જેમાં 200 ટ્રિપ સુધી મફત મળશે. જો તમારી 1 વર્ષની વેલિડિટી પૂરી થાય છે, ત્યારે તમને ફાસ્ટેગ પાસ રિન્યૂ કરાવવો પડશે. અથવા જો તમે 1 વર્ષ પહેલા જ 200 ટ્રિપ પૂરી કરી લો, તો પણ તે પૂર્ણ માનવામાં આવશે. આ બેમાંથી જે પહેલા થશે, તે લાગુ પડશે.

Untitled-11_ylGpkjx.width-800

ફાસ્ટેગ એન્યુઅલ પાસ માટેની શરત

આ નિયમમાં વધુ એક શરત છે. જો તમે વિચારતા હો કે તમે ક્યાંય પણ જશો અને રસ્તામાં જે પણ ટોલ પ્લાઝા આવશે, તે તમારી 200 ટ્રિપમાં ગણાશે અને તમને કોઈ ટોલ નહીં ભરવો પડે તો એવું નહીં થાય. કારણ કે આ ફાસ્ટેગ એન્યુઅલ પાસ બધા હાઇવે અથવા એક્સપ્રેસવે પર માન્ય નહીં ગણાય. આ માત્ર ભારત સરકાર હેઠળ આવતા એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સંચાલિત હાઇવે અને એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે.

ઉદાહરણથી સમજીએ

ઉદાહરણ તરીકે કહીએ તો, જો તમે દિલ્હીથી આગરા જાઓ છો, તો યમુના એક્સપ્રેસવે પર તમને ટોલ ભરવો પડશે. ભલે તમારા પાસે ફાસ્ટેગ એન્યુઅલ પાસ હોય. કારણ કે તે એક્સપ્રેસવે NHAIનો નહીં પરંતુ યુપી સરકારના યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ હેઠળ આવે છે.

fastag-2

એટલે જ્યારે તમે ફાસ્ટેગ એન્યુઅલ પાસ માટે અરજી કરો, ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો. જેથી ગૂંચવણમાં આવીને તમારું નુકસાન ન થઇ જાય. તમને જણાવી દઇએ કે 1 ઓગસ્ટ 2025થી સમગ્ર દેશમાં એન્યુઅલ ફાસ્ટેગ શરૂ થઇ જશે. તમે તેને ઓનલાઈન જ બનાવી શકો છો.

વધુ વાંચો: હવે સિબિલ ખરાબ થયો એટલે નોકરી પણ હાથમાંથી ગઇ સમજો, ફ્રોડ કરનારા ચેતી જજો

ફાસ્ટેગ એન્યુઅલ પાસ માત્ર NHAIના હાઇવે અને એક્સપ્રેસવે પર જ માન્ય રહેશે, તેથી પાસ લેતા પહેલા તેની શરતોને સમજવું જરૂરી છે. જો યોગ્ય માહિતી વગર પાસ લેવાશે તો ટોલ પર તમારે પાછા પૈસા ચૂકવવા પડશે. એટલે ખાતરી કરો કે તમારા માર્ગ અને પસાર થનારા હાઇવે તેના હેઠળ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FASTag Annual Pass Rules Toll Plaza FASTag Annual Pass
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ