બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPSCની ભરતી પડી છે, તૈયારીઓ શરૂ કરી દેજો, માત્ર ઇન્ટરવ્યૂ પર થશે સિલેક્શન
Last Updated: 09:24 AM, 27 August 2025
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખુશખબર છે. UPSC દ્વારા CBI અને વિવિધ કોલેજોમાં 84 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં રસ ધરાવે છે, તેઓ upsconline.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ CBI અને વિવિધ કોલેજોમાં 84 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં સહાયક સરકારી વકીલ માટે 19, સરકારી વકીલ માટે 25 અને વિવિધ વિષયોમાં લેક્ચરર માટે 40 જગ્યાઓ ઉપલબ્ધ છે. લેક્ચરર પોસ્ટમાં વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ગૃહવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના વિષયોનો સમાવેશ થાય છે. પ્રોસિક્યુટર અને વકીલ પદ માટે ઉમેદવાર પાસે કાયદાની ડિગ્રી હોવી જરૂરી છે, જ્યારે લેક્ચરર માટે અનુસ્નાતક ડિગ્રી સાથે બી.એડ. હોવી આવશ્યક છે.

ADVERTISEMENT
જનરલ / OBC / EWS પુરુષ: ₹25
ADVERTISEMENT
SC / ST / દિવ્યાંગ / મહિલાઓ: ફી મફત
ADVERTISEMENT
આ પોસ્ટ માટે મહત્તમ વય 45 વર્ષ છે. અનામત શ્રેણીઓને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે. પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જે ઉમેદવાર પસંદ થશે તેમને લેવલ 7 થી લેવલ 10 (લગભગ ₹44,900 – ₹1,77,500) સુધીનો પગાર આપવામાં આવશે.

ADVERTISEMENT
ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ upsconline.gov.in પર જઈને “Online Recruitment Application” પર ક્લિક કરવું જોઈએ. જે પોસ્ટ માટે અરજી કરવી છે, તેની સામે “Apply Now” બટન પર ક્લિક કરો. નવા ઉમેદવારોએ પહેલા નોંધણી કરવી જરૂરી છે, ત્યારબાદ લોગિન કરીને અરજી ફોર્મ ભરો. જો અરજી ફી લાગુ હોય, તો ફી ભરીને ફોર્મ સબમિટ કરો. છેલ્લે, પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.