ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પબ્લિક WiFi યુઝ કરનારા સાવધાન! જો-જો આવી ભૂલો ભૂલથી પણ ના કરતા

કામની વાત / પબ્લિક WiFi યુઝ કરનારા સાવધાન! જો-જો આવી ભૂલો ભૂલથી પણ ના કરતા

Published By: Shilpa Parmar

Last Updated: 01:35 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ પબ્લિક WiFi યુઝ કરવાની આદત છે તો ખાસ સાવધાની રાખજો નહીંતર તમારો ફોન હેક થતાં જરા પણ વાર નહીં લાગે. જાણી લો હેકર્સની નજરથી બચવાની કેટલીક રીત.

ADVERTISEMENT

ઘણા લોકોને આદત હોય છે કે પબ્લિક WiFi મળતા તરત જ પોતાનો ફોન કનેક્ટ કરી લે છે. કોનું WiFi છે એ જાણ્યા વગર આ રીતે ફ્રીમાં WiFi યુઝ કરવાની આદત તમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે. ફ્રી વાઈ-ફાઈ મળે ત્યારે આપણને અંદાજ નથી હોતો કે તે કેટલું નુકશાન કરી શકે છે.

લોકો ઘણી વાર એવી ભૂલો કરી બેસે છે, જેનાથી તમારી પ્રાઈવસી અને સિક્યુરિટી જોખમમાં મુકાય શકે છે. જાણી લો એવી ચાર ભૂલો વિશે, જે પબ્લિક WiFi વાપરતી વખતે કરવી જોઈએ નહીં.

wifi

અનસિક્યોર્ડ નેટવર્ક

બધા ફ્રી વાઈ-ફાઈ નેટવર્ક સુરક્ષિત હોતા નથી, કારણ કે ઘણી વાર હેકર્સ ફ્રી વાઈ-ફાઈ નેટવર્ક બનાવીને તમારા ડિવાઈસને હેક કરી શકે છે અને પાસવર્ડ, ઈમેલ તથા તમારા વ્યક્તિગત ડેટાની ચોરી પણ કરી શકે છે. કોઈ પણ નેટવર્ક સાથે ડિવાઈસ કનેક્ટ કરતા પહેલાં સારી રીતે વિચારજો, નહીંતર મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

પબ્લિક કનેક્શન પર કામની ફાઈલ શેર કરવી

પબ્લિક નેટવર્ક મળતા જ આપણે ફોનમાં બાકી રહેલા દરેક કામ પૂરા કરવા લાગીએ છીએ, પરંતુ પબ્લિક કનેક્શન પર ક્યારેય પણ તમારા કામની કે કિંમતી ફાઈલ કે ફોટોઝ શેર કરવા જોઈએ નહીં. તેનાથી તમારૂ ડિવાઈસ હેક થવાનું જોખમ વધી શકે છે. હેકર તમારી પ્રાઈવેટ ફાઈલો મેળવી શકે છે અથવા ખતરનાક મેલવેર તમારા ડિવાઈસમાં નાખી શકે છે. એટલે હંમેશાં ધ્યાન રાખો કે પબ્લિક WiFi વાપરતી વખતે આવી ભૂલ ન કરો.

wifi-router-final

VPN અને એન્ક્રિપ્શન ટૂલ

વીપીએન વગર તમારો ડેટા અન્ય નેટવર્ક પર ખુલ્લેઆમ ફરતો રહે છે, જે સરળતાથી ઇન્ટરસેપ્ટ થઈ શકે છે. ડેટા સુરક્ષિત રાખવા અને હેકર્સથી દૂર રાખવા માટે HTTPS સાઇટ્સ અને સુરક્ષિત VPN વાપરો.

વાઈ-ફાઈ ઓટો-કનેક્ટ

તમારા ફોનમાં ભૂલથી પણ ક્યારેય WiFiને ઓટો-કનેક્ટ મોડ પર ન રાખો. આ ફીચર ચાલુ હશે તો તમારી જાણ બહાર તમારું ડિવાઈસ કોઈ પણ અસુરક્ષિત નેટવર્ક સાથે જોડાઈ શકે છે. હેકર્સ જાણીતા નામવાળા નકલી હોટસ્પોટ બનાવીને તમારા ડેટાને ઇન્ટરસેપ્ટ કરી શકે છે અને તેનો લાભ ઉઠાવી શકે છે.

વધુ વાંચો: ઓફિસના લેપટોપ પર WhatsApp Web ચલાવવું ખતરનાક, સરકારની મોટી ચેતવણી, બને છે ગંભીર

તમારી એક ભૂલથી તમારી સાથે ઘણું મોટું ફ્રોડ થઈ શકે છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Public WiFi Fraud Hackers

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ