બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભૂલથી પણ Grok પાસે ન કરાવતા આ કામ! નહીંતર ભોગવવું પડશે ગંભીર પરિણામ

ટેક્નોલોજી / ભૂલથી પણ Grok પાસે ન કરાવતા આ કામ! નહીંતર ભોગવવું પડશે ગંભીર પરિણામ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:01 AM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk Grok AI: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલન મસ્કે તેના AI ટૂલ Grok ને લઈને યુઝર્સને એક મોટી ચેતવણી આપી છે.

Elon Musk Grok AI: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલન મસ્કે તેના AI ટૂલ Grok ને લગતી એક કડક ચેતવણી તેના યુઝર્સને આપી છે. મસ્કે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે જો કોઈ યુઝર Grok નો ઉપયોગ ગેરકાયદાકીય પ્રવૃતિ કે આપત્તિજનક કન્ટેન્ટ બનાવવા માટે કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ વાત ગેરકાનૂની કન્ટેન્ટ અપલોડ કરનાર માટે પણ લાગુ થશે.

ભારતના Take Down આદેશ પાછી આવ્યું નિવેદન

એલન મસ્કનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology) MeitY એ X ને તુરંત જ અશ્લીલ, અભદ્ર અને ગેરકાનૂની કન્ટેન્ટ હટાવવા માટે આદેશ કર્યો હતો. આ નિર્દેશમાં ખાસ કરીને Grok AI થી તૈયાર થયેલ કન્ટેન્ટ પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં X ને કહ્યું છે કે પ્લેટફોર્મ પર ફેલાઈ રહેલા આવા કન્ટેન્ટ પર સહેજેય વાર કર્યા વગર કાર્યવાહી કરવામાં આવે.

grok-ai

AI નહીં યુઝર જવાબદાર

એલન મસ્કે X પર એક પોસ્ટમાં જવાબ આપતા કહ્યું કે Grok થી ગેરકાયદેસર કન્ટેન્ટ બનાવતા લોકોએ એમ ના વિચારવું કે આ જવાબદારી AI ની છે. તેમણે કહ્યું કે કોઈ ખોટી વાત લખવા પર પેનને દોષ આપવામાં આવતો નથી એવી જ રીતે AI ટૂલને પણ જવાબદાર ઠેરવી શકાય નહીં. Grok થી શું નીકળીને બહાર આવશે એ મોટા ભાગે એ વાત પર નિર્ભર કરે છે કે યુઝર તેને શું input આપે છે.

સરકારે 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યો

ભારત સરકારે X ને માત્ર આપત્તિજનક કન્ટેન્ટ દૂર કરવા કહ્યું છે એટલું જ નહીં પણ એ પણકહ્યું છે કે આ કાર્યવાહીની રિપોર્ટ 72 કલાકની અંદર જમા થઈ જવી જોઈએ. મંત્રાલયનું કહેવું છે કે તેને સમય-સમય પર ફરિયાદ મળતી રહી છે અને આ પ્લેટફોર્મ પર અમુક કન્ટેન્ટ એવું ફેલાયેલું છે કે જે દેશના કાયદા અને સંસ્કૃતિના સ્ટાન્ડર્ડની વિરોધમાં છે.

મહિલાઓના આપત્તિજનક ફોટોએ વધારી ચિંતા

આ આખા મામલે ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે રાજ્યસબહ સાંસદ પ્રિયંકા ચાતુર્વેદીએ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને હસ્તક્ષેપની માંગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો લે GrokAI ના ખોટ ઉપયોગ કરીને મહિલાઓના અશ્લીલ અને અપમાનજનક ફોટો બનાવવામાં આવી રહ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહ્યા હતા.

ખોટા એકાઉન્ટ અને આપત્તિજનક કન્ટેન્ટ

સરકારી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છેક એ Grok AI ના માધ્યમથી યુઝર્સ ફેક એકાઉન્ટ બનાવીને મહિલાઓના અશ્લીલ ફોટો અને વિડીયો બનાવે છે જેનો ઇરાદો મહિલાઓને અપમાનિત કરવાનો અને તેમને અશોભનીય રીતે દર્શાવવાનો હોય છે જે સીધી રીતે કાયદાના નિયમોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: ....તો નહીં બની શકો અગ્નિવીર સૈનિક! સેનાએ કર્યા નવા નિયમો જાહેર

vtv app promotion

પહેલા પણ ચેતવણી આપી ચૂક્યું છે મંત્રાલય

આ પહેલીવાર નથી જ્યારે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપી હોય. 29 નવેમ્બરના રોજ MeitY એ દરેક પ્લેટફોર્મને એક એડવાયઝરી જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેમના સિસ્ટમની સમીક્ષા કરે અને આપત્તિજનક અને ગેરકાનૂની કન્ટેન્ટની સામે કડક પગલાં લે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે નિયમોની પાલન નહીં કરવા પર ભારતીય કાનૂનના આંતરગ્રત કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Grok AI Elon Musk AI alert Grok AI warning

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ