બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસામાં ગંદી વાસવાળા કાળા કીડાથી છો પરેશાન? આ અસરદાર રીતથી મળશે છુટકારો

તમારા કામનું / ચોમાસામાં ગંદી વાસવાળા કાળા કીડાથી છો પરેશાન? આ અસરદાર રીતથી મળશે છુટકારો

Priyankka Triveddi

Last Updated: 09:41 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની સિઝનની મજા તો દરેકને આવે પણ તેની સાથે એક મોટી સમસ્યા લઈને આવે અને તે છે જીવાતની. વરસાદની સિઝનમાં સાંજ થતાં જ ઘરમાં જીવાત અને કીડા આવવાનું શરૂ થઈ જતું હોય છે એવામાં આ જીવાતથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ નુસખા અજમાવી જુઓ ખૂબ કામ લાગશે.

Home Remedy for Insects during Rainy Season: વરસાદની સિઝન હજુ પૂરી થઈ નથી. અને વરસાદની મજા સાથે કે કંટાળાજનક વસ્તુ હોય તો એ છે વરસાદ તેની સાથે લઈને આવતી જીવાત. વરસાદની સિઝનમાં ઘરમાં ચિત્ર-વિચિત્ર પ્રકારના નાના મોટા કીડી મકોડા ઘરમાં ઘૂસી આવે છે. આ કીડા-મકોડામાં એક કાળા રંગનો કીડો અતિશી ગંધ મારે તેવો ગંદો કીડો હોય છે. જો એ નાક અને કાનથી શરીરની અંદર જતું રહે છે તો તમારે લેવાના દેવા થઈ શકે છે.

રાતના સમયે આ કીડાઓ વધારે દેખાય છે. જ્યાં ખાવાનું પડ્યું હોય તેની આસપાસ તે ફરે છે અને તે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણી વાર તમે અનુભવ્યું હશે કે રાતે લાઇટ ચાલુ હોય તો પણ ઘણા કીડા આવવા લાગે છે. અને દરેક વ્યક્તિ એ જ વિચારે છે કે આ કીડાઓથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ.

jivat

જો તમારા ઘરમાં પણ રાતના સમયે કાળા નાના જીવાત જોવા મળે છે તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું કે જે તમને આ જીવાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં કામ લાગશે. આ અમુક ઘરેલુ નુસખા તમે પણ અજમાવીને જીવાતથી છુટકારો મેળવી શકો છો પણ આ નુસખા અજમાવતી વખતે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ડુંગળી

દરેક ઘરના રસોડામાં ડુંગળી તો હોય છે તે સામાન્ય છે. ગંધ મારતા કાળા કીડાઓને ભગાડવા માટે ડુંગળી એ એક અસરકારક ઘરેલું ઉપાય છે. જ્યાં પણ ડુંગળીથી લાઇન બનાવી દેવામાં આવે છે. ત્યાં ફરીથી કાળા કીડા આવતા નથી. કારણ કે ડુંગળીની ગંધથી કીડા દૂર ભાગે છે.

લીમડાંનું તેલ

રાતમાં ઘરે આવતા કીડાઓને દૂર રાખવા માટે લીમડાંનું તેલ પણ ખૂબ કારગર સાબિત થાય છે. અને સરળ રીતે યુઝ કરવા માટે તમે લીમડાના તેલમાં પાણી એડ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી તેને દરવાજા, લાઇટ અને એવી જગ્યાએ છાંટી દો જ્યાં જીવાત થતી હોય.

લવિંગ તેલ

જીવાતની સમસ્યાથી બચવા માટે પણ લવિંગ તેલનો ઉપયોગ કરી શકાય છે. લવિંગ તેલને પાણીમાં ભેળવીને સ્પ્રે બોટલમાં ભરો. આ લિક્વિડને બારીઓ અને દરવાજાઓની આસપાસ તેમજ એવી જગ્યાએ સ્પ્રે કરો જ્યાં જીવાત વધુ દેખાય છે.

tulsi-plant-2025

તુલસીનો છોડ

કેટલાક છોડની સુગંધ ઘરથી જંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં તમે રાત્રે ઘરમાં જંતુઓ આવતા અટકાવવા માટે તુલસીનો છોડ લગાવી શકો છો. ખરેખર, જંતુઓને તુલસીના છોડમાંથી આવતી સુગંધ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં, આ યુક્તિ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

વધુ વાંચો: શરીર પર પડ્યા છે દાઝ્યાના નિશાન? દૂર કરવા આ ટ્રિક અજમાવો

Vtv App Promotion

કીડાઓને તમારા ઘરથી દૂર રાખવા માટે તમારે લાઇટિંગ પર પણ ધ્યાન આપવું પડશે. આ સ્થિતિમાં સફેદ પ્રકાશ એઆલી લાઇટને બદલે પીળા બલ્બનો ઉપયોગ કરો. વાસ્તવમાં જંતુઓ સફેદ કરતાં પીળા પ્રકાશ તરફ ઓછા આકર્ષાય છે. ધ્યાનમાં રાખો કે જ્યારે પ્રકાશની જરૂર ન હોય ત્યારે લાઇટ બંધ રાખો. આ રીતે તમને જંતુઓથી ઘણી હદ સુધી રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rainy season Insects Home Remedy
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ