બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફોન ઉપાડતાં જ કેમ બોલવામાં આવે છે 'Hello', રોચક ઇતિહાસ જાણી તમને પણ લાગશે નવાઈ
Last Updated: 04:40 PM, 10 April 2025
ફોન હવે આપણા જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. એક બીજાથી વાત કરવા માટે આપણે ફોન પર નિર્ભર છીએ. હવે તમે નોંધ્યું હશે, કે આપણે કોઈને પણ ફોન કરીએ છીએ ત્યારે સૌથી પહેલો શબ્દ 'હેલો' જ નીકળે છે .
ADVERTISEMENT
માત્ર ફોન કરવા વાળો જ નહિ, પરંતુ ફોન ઉપાડવા વાળાનો પણ પહેલો શબ્દ આ જ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું કેમ હોય છે? તો ચાલો આની પાછળની રસપ્રદ કહાની જાણીએ.

ADVERTISEMENT
ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડ 'હેલો'
શક્ય છે કે તમે પણ આ કહાની સાંભળી હોય કે ટેલિફોનની શોધ કરનાર એલેક્સઝાન્ડર ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ 'માર્ગરેટ હેલો' હતું. તેની સાથે વાત કરતા સમયે પોતાની ગર્લફ્રેન્ડનું નામ લીધું અને ત્યારથી ફોન પર સૌથી પહેલા હેલો બોલીને વાત કરવાની શરૂઆત થઈ છે.
ADVERTISEMENT
પરંતુ તમને જણાવી દઈએ કે આ કહાનીના કોઈ પાક્કા પુરાવા નથી. હકીકતમાં ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ મેબેલ હવાર્ડ હતું, જેમને લગ્ન પણ કર્યા હતા.
'અહોય' શબ્દનો ઉપયોગ
ADVERTISEMENT
હેલો શબ્દની શરૂઆત 19મી સદીમાં થઈ હતી. આ પહેલા ફોન પર વાત કરવા માટે અહોય શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગ્રાહમ બેલે સૌથી પહેલા હેલો નહીં, પરંતુ અહોય કહ્યું હતું. 'હેલો' થી પહેલા ફોન પર વાત કરતાં માટે અલગ-અલગ શબ્દોનો ઉપયોગ થતો હતો, જમે કે અહોય કે શું તમે સાંભળી રહ્યા છો? આનાથી ગર્લફ્રેન્ડ વાળી કહાની ખોટી સાબિત થાય છે.
વધુ વાંચો- આ 4 સરકારી બેંકના ગ્રાહકોને થશે મોટો ફાયદો, ઘટાડ્યાં વ્યાજના દર
ADVERTISEMENT
એડિસને કરી 'હેલો' ની શરૂઆત
હવે પ્રશ્ન એ થાય કે જો ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડ વાળી કહાની ખોટી છે, તો પછી ફોન પર કેમ સૌથી પહેલા હેલો બોલવામાં આવે છે. આનું અવિષ્કારક થોમસ એડિસને વર્ષ 1877 માં ફોન પર વાત કરતા સમયે 'હેલો' શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. એડિસનનું માનવું હતું કે આ શબ્દ સ્પષ્ટ અને સરળતાથી સંભળાય તેવો છે. ધીમે ધીમે તે લોકપ્રિય બન્યો અને આજે ફોન પર વાત શરૂ કરવા માટે "હેલો" નો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે.
ADVERTISEMENT
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.