બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે એપ્લાય કરો, ને મેળવો FASTAGનો વાર્ષિક ટોલ પાસ, મફતમાં ફરો 200 ટ્રિપ

ફાયદાની વાત / આ રીતે એપ્લાય કરો, ને મેળવો FASTAGનો વાર્ષિક ટોલ પાસ, મફતમાં ફરો 200 ટ્રિપ

Chintan Chavda

Last Updated: 03:09 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Annual Toll Pass: હવેથી તમે ટોલ ચૂકવ્યા વિના નેશનલ હાઇવે પર 200 વખત પ્રવાસ કરી શકશો. અહીં જાણો Annual Toll Pass શું છે, તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકો છો અને તેના ફાયદા શું છે.

શું તમે પણ નેશનલ હાઇ વે પર વાંરવાર પ્રવાસ કરો છો, તો દર વખતે ટોલની સિસ્ટમની હેકાસથી બહચવું હવે વધુ સરળ થઈ ગયું છે. સરકારે હવે વાર્ષિક ટોલ પાસની સુવિધા શરૂ કરી છે, જેના હેઠળ તમે એક વર્ષ માટે ચોક્કસ રૂટ પર 200 વખત મુસાફરી કરી શકો છો, તે પણ દર વખતે ટોલ ચૂકવ્યા વિના. તો ચાલો આ પાસ કેવી રીતે બનશે અને તેના ફાયદા શું હશે તેના વિશે જાણીએ..

toll tax

તમે આ પાસ માટે ઓનલાઈન મોડમાં ખૂબ જ સરળ રીતે અરજી કરી શકશો. આ માટે, NHAI અને MoRTH એ તેમના પોર્ટલ અને એપ્સ પર એક નવી લિંક લોન્ચ કરવાની યોજના બનાવી છે. તેની સંપૂર્ણ પ્રોસેસ અહીં સમજો.

શું છે Annual Toll Pass?

Annual Toll Pass એ એક ડિજિટલ પાસ છે જે તમને એક વર્ષમાં ચોક્કસ ટોલ રૂટ પર 200 મફત ટ્રિપની મંજૂરી આપે છે. એટલે કે જો તમે ઓફિસ કે વ્યવસાય માટે દરરોજ એક જ હાઇવે રૂટ પર મુસાફરી કરો છો, તો તમારે દર વખતે FASTag માંથી પૈસા કાપવાની જરૂર રહેશે નહીં. જોકે, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.

આ પાસ રેગ્યુલર મુસાફરો, સ્કૂલ બસો, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કંપનીઓના કમર્શિયલ વાહનો માટે વધુ ફાયદાકારક રહેશે. સરકારે આ બધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

toll-tax

કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?

Annual Toll Pass માટે તમારે કેટલીક બેઝિક ડિટેલ્સ આપવી પડશે. આ માટે વાહન રજીસ્ટ્રેશન નંબર, વાહન માલિકનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ જો કોઈ હોય તો, રૂટની માહિતી (Origin અને Destination) અને વાહન સીરિઝ (પ્રાઇવેટ/કમર્શિલ વગેરે) ની જરૂર પડશે.

app promo5

ક્યાંથી અને કેવી રીતે એપ્લાય કરવું?

Annual Toll Pass માટે બે ડિજિટલ પ્લેટફોર્મ એપ્લાય કરવા માટે રહેશે. રાજમાર્ગ યાત્રા એપ ((Highway Saathi App) એપ ડાઉનલોડ કરવાનું રહેશે.

આ બાદ લૉગિન કે રજીસ્ટર કરવું. Annual Toll Pass સેકશનમાં જાઓ. વાહનની વિગતો અને રૂટ દાખલ કરો. ડિજિટલ પેમેન્ટ કરો. તમારો પાસ વર્ચ્યુઅલી એક્ટિવ થઈ જશે.

વધુ વાંચો: 11ના મોત, 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, આ ગંભીર બીમારીએ આખું રાજ્ય માથે લીધું, જાણો લક્ષણો

NHAI / MoRTH વેબસાઇટ દ્વારા ફોર્મ ભરો

સૌથી પહેલા NHAI / MoRTH ની ઓફિશિયલ વેબસાઇટ- https://nhai.gov.in અથવા https://morth.nic.in પર જાઓ.

પછી, તમને હોમપેજ પર Annual Toll Pass માટે લિંક મળશે (ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે). તેના પર ક્લિક કરો અને ફોર્મ ભરો.

બાદ જરૂરી વિગતો ભર્યા પછી પેમેન્ટ કરો. નોંધણી પછી પાસ એક્ટિવ થઈ જશે.

આ બધી માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ટ્વીટ મુજબ આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આવવાની બાકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Annual Toll Pass NHAI Toll Pass Lifestyle News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ