બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરીને લાગવો વાળમાં, ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
Last Updated: 03:16 PM, 25 September 2025
દરેકને પોતાના વાળ લાંબા, જાડા અને મજબૂત જોઈએ છે. આજની અનહેલ્ધી લાઈફસ્ટાઈલના સમયમાં ઘણા લોકો વાળની યોગ્ય કેર કરી શકતા નથી તો ઘણા લોકો વાળ માટે માત્ર નાળિયેરનું તેલ વાપરે છે. કેટલાક લોકો તો નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને પણ વાપરે છે.
ADVERTISEMENT
ખરેખર, નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને વાળમાં લગાવવાના અનેક ફાયદા છે. તેનાથી વાળ મૂળથી મજબૂત બને છે. સાથે જ ડેન્ડ્રફ અને ખંજવાળથી પણ છુટકારો મળે છે. કારણ કે, કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે સ્કાલ્પ પર જમા થતા બેક્ટેરિયા અને ફંગસને અટકાવે છે.જાણો નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને વાળમાં લગાવવાના ફાયદા.

ADVERTISEMENT
ડેન્ડ્રફથી મળશે છુટકારો
કપૂરમાં રહેલા એન્ટીફંગલ ગુણ સ્કાલ્પમાં રહેલા ફંગસને ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે નાળિયેરનું તેલ ડ્રાયનેસ દૂર કરીને સ્કાલ્પને નરમ અને મોઈશ્ચરાઈઝ રાખે છે. એટલે જો તમને પણ ડેન્ડ્રફની સમસ્યા હોય, તો નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને સ્કાલ્પમાં મસાજ કરવું લાભદાયી રહે છે.
ADVERTISEMENT
વાળનો ગ્રોથ વધશે
નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને મસાજ કરવાથી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. બ્લડ સર્ક્યુલેશન સારું થતાં વાળનો ગ્રોથ પણ સારો થાય છે. તે ઉપરાંત, કપૂર વાળના મૂળને જરૂરી પોષણ આપીને ગ્રોથ વધારવામાં મદદ કરે છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ ઓછી કરે છે.
ADVERTISEMENT

જૂથી મળશે રાહત
ADVERTISEMENT
જો બાળકોના વાળમાં જૂ થઈ જાય, તો નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને લગાવવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કપૂરની તીવ્ર સુગંધ અને ઠંડક જૂ મારવામાં મદદ કરે છે. સાથે જ, નાળિયેરનું તેલ અને કપૂરનું મિશ્રણ ઓલેઈક એસિડની માત્રા વધારે છે, જે વાળમાંથી જૂ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.
વાપરવાની રીત
ADVERTISEMENT
વધુ વાંચો : શરીરમાં આ લક્ષણો દેખાય તો અવગણશો નહીં, ફેફસાના નુકસાનના સંકેત હોઈ શકે
આટલું ખાસ ધ્યાન રાખો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.