ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અલ્યા આટલું સસ્તું! TVS એ ભયાનક સસ્તું ઇલેક્ટ્રીક સ્કૂટર કર્યું લોન્ચ

ઓટો / અલ્યા આટલું સસ્તું! TVS એ ભયાનક સસ્તું ઇલેક્ટ્રીક સ્કૂટર કર્યું લોન્ચ

Published By: Krutarth Joshi

Last Updated: 04:04 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીએસ મોટર્સે ભારતીય બજારમાં એક મોટું પગલું ભરીને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર TVS Orbiter લોન્ચ કર્યું છે.

ADVERTISEMENT

ટીવીએસ મોટર્સે ભારતીય બજારમાં એક મોટું પગલું ભરીને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર TVS Orbiter લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરને ખાસ કરીને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ સાથે તૈયાર કર્યો છે. સૌથી મોટું આકર્ષણ એ છે કે આ સેગમેન્ટનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેમાં ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે.

કિંમત

કંપનીએ સ્કૂટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹99,900 રાખી છે, જેથી તે iQube કરતાં કિફાયતી સાબિત થાય છે. બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે અને ગ્રાહકો તેને કંપનીની વેબસાઈટ કે ડીલરશીપ પરથી બુક કરી શકે છે.

didha - 2025-08-28T171142.833

ડિઝાઇન અને કન્ફર્ટ

  • બોક્સી અને મોડર્ન ડિઝાઇન, એયરોડાયનેમિક બોડી સાથે 10% વધારાની રેન્જ.
  • 845 મિમીની લાંબી ફ્લેટ સીટ, ડ્રાઈવર અને પિલિયન બંને માટે આરામદાયક.
  • 34 લિટરનું અંડર-સીટ સ્ટોરેજ – બે હેલ્મેટ સરળતાથી ફિટ થાય.
  • 290 મિમીનું ફુટબોર્ડ, વધારે લેગરૂમ સાથે.
  • LED હેડલેમ્પ, કલર LCD ક્લસ્ટર, કોલ-એસએમએસ નોટિફિકેશન ડિસ્પ્લે.
didha - 2025-08-28T171346.660

બેટરી અને રેન્જ

  • 3.1 kWh લિથિયમ-આયન બેટરી.
  • એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી સ્કૂટર 158 કિમી સુધી દોડશે.
  • બેટરી IP67 રેટેડ – ધૂળ, પાણી અને ગરમીથી સુરક્ષિત.
  • 14 ઇંચના મજબૂત વ્હીલ્સ, ખરાબ રસ્તાઓ પર પણ સરળ ડ્રાઈવ.
didha - 2025-08-28T171605.400

સ્માર્ટ કનેક્ટિવિટી અને સેફ્ટી ફીચર્સ

  • મોબાઈલ એપ કનેક્ટિવિટી – બેટરી, ઓડોમીટર ચેક, લાઈવ લોકેશન ટ્રેકિંગ.
  • ક્રેશ/ફોલ એલર્ટ, ઈમર્જન્સી નોટિફિકેશન, એન્ટી-થીફ્ટ અને જિયો-ફેન્સિંગ.
  • ક્રૂઝ કન્ટ્રોલ, હિલ-હોલ્ડ અસિસ્ટ અને પાર્કિંગ અસિસ્ટ જેવા એડવાન્સ ફીચર્સ.
  • ઓવર-ધ-એયર (OTA) અપડેટ્સ – સમયસર નવા ફીચર્સ મળશે.

કલર ઓપ્શન્સ

સ્કૂટર છ રંગોમાં ઉપલબ્ધ રહેશે. નિઓન સનબર્સ્ટ, સ્ટ્રાટોસ બ્લૂ, લુનર ગ્રે, સ્ટેલર સિલ્વર, કોસ્મિક ટાઇટેનિયમ અને માર્ટિયન કૉપર.

કોમ્પિટિશન

આ નવો ‘ઓર્બિટર’ સીધી ટક્કર આપશે બજાજ ચેતક, ઓલા ઇલેક્ટ્રિક, હીરો વિડા અને એથર એનર્જી જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સને.

આ પણ વાંચો: EPFO 3.0ના નામથી લૉન્ચ થશે ન્યૂ ડિજિટલ પ્લેટફોર્મ, રહેશો ફાયદામાં

ટૂંકમાં કહીએ તો ટીવીએસ ઓર્બિટર માત્ર કિંમતમાં જ નહીં પરંતુ ફીચર્સ અને સેફ્ટીમાં પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TVS Orbiter Electric Scooter TVSOrbiter AutoTips

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ