બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, 8 રાઉન્ડ ફાયરિંગ 4 ઘાયલ
Last Updated: 11:18 PM, 28 October 2025
Surendranagar News : સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં બે મહિનામાં ત્રીજીવાર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયું હતું. ફિલ્મોમાં સર્જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સામસામે ધડાધડ ફાયરિંગના દ્રશ્યો સુરેન્દ્રનગરમાં સર્જાયા હતા. જેના પગલે ફરી એકવાર સાબિત થયું હતું કે, સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ નથી. પોલીસ અહીં નામમાત્રની છે. લોકોનાં મનમાં પોલીસ અંગે કોઇ પણ પ્રકારનો ડર નથી.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં બે મહિનામાં ત્રીજી વખત ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં બે મહિનાની અંદર જ ત્રીજી વખત ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 8 રાઉન્ડ ફાયરિંગ થતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાઇપો અને ધોકાથી હુમલો અને 8 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ બંન્ને જુથો સામસામે આવી જતા પાઇપો અને ધોકા બાદ ફાયરિંગ થયું હતું. ગાડીમાંથી 2 લાખ રૂપિયા ઉપાડી લીધાના આક્ષેપ બાદ બે પક્ષો સામસામે આવી ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લી પાટલીએ
ADVERTISEMENT
થાનગઢ તાલુકામાં બે મહિનામાં ત્રીજી વખત ફાયરીંગની ઘટના બની છે. થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના લોકો સામસામે આવી જતા સ્થિતિ તંગ બની હતી. બંન્ને જુથો વચ્ચે પાઇપો અને ધોકા વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત 8 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. જેમાં 8 લોકો ઘાયલ થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય બાબતે થઈ હતી જૂથ અથડામણ થયા બાદ કારમાંથી રૂપિયા 2 લાખ પણ લઈ લીધા હોવાના આક્ષેપ થયો છે. ફાયરીંગમા 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. 2 લોકોને વધુ ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.