બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ''બંધ થઇ શકે ફ્લાઇટ", એર ઇન્ડિયા, Indigo-Spice Jet ની વોર્નિંગ, જાણો વિગત

કામની વાત / ''બંધ થઇ શકે ફ્લાઇટ", એર ઇન્ડિયા, Indigo-Spice Jet ની વોર્નિંગ, જાણો વિગત

Bijal Vyas

Last Updated: 07:11 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વિમાન ક્ષેત્ર હાલમાં તેના સૌથી પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની મુખ્ય એરલાઇન્સે સરકારને ચેતવણી આપી છે કે...

ભારતીય વિમાન ક્ષેત્ર હાલમાં તેના સૌથી પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની મુખ્ય એરલાઇન્સે સરકારને ચેતવણી આપી છે કે, જો ATFના ભાવમાં તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે તો તેમને તેમની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA)એ નાગર વિમાન મંત્રાલયને લખેલા પત્રમાં આ ચેતવણી આપી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ આ ફેડરેશનના સભ્યો છે. FIA એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી ઉડ્ડયન ઇંધણ (ATF)ના ભાવ અને કર અંગે રાહતની માંગ કરી છે, તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે એક સમાન કિંમત પદ્ધતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

ATF એ જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઘણા પ્રદેશોમાં એરસ્પેસ પ્રતિબંધોને કારણે ઓપરેશનલ ખર્ચમાં વધુ વધારો થયો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં આશરે 40 ટકા ભાગ છે. FIAએ 26 એપ્રિલના રોજ લખેલા પત્રમાં કહ્યું કે, "કોઈપણ પ્રકારની એડહોક કિંમત (સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દરો વચ્ચે) અથવા ATF કિંમતોમાં અનુચિત વધારો એરલાઇન્સને ભારે નુકસાન પહોંચાડશે અને એવી પરિસ્થિતિ તરફ દોરી શકે છે કે જ્યાં વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા પડે, જેના કારણે ફ્લાઇટ રદ કરવાની જરૂર પડશે."

Flight-scare-in-US

એટીએફ પર કિંમત ઘટાડવાની માંગ

એરલાઇન્સે ATF પર 11 ટકા એક્સાઇઝ ડ્યુટીને કામચલાઉ સ્થગિત કરવાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ઇંધણના ભાવમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે ખર્ચમાં વધુ વધારો થયો છે. એરલાઇન્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકારે ગયા મહિને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ATF ના ભાવમાં વધારો ₹15 પ્રતિ લિટર સુધી મર્યાદિત રાખ્યો હતો; જોકે, આંતરરાષ્ટ્રીય કામગીરી માટે ભાવ 73 રુપિયા પ્રતિ લિટર વધ્યા હતા. આની વૈશ્વિક ફ્લાઇટ્સ પર ગંભીર અસર પડી છે અને એપ્રિલ દરમિયાન ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ 8મા પગાર પંચની મીટિંગમાંથી આવી મોટી ખુશખબર, સામે આવી 72,000 સેલેરીની સચ્ચાઈ

FIA અનુસાર, વર્તમાન સિસ્ટમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી વચ્ચે અસંતુલન ઊભું કર્યું છે, જેના કારણે સમગ્ર નેટવર્ક અવ્યવહારિક અને અસ્થિર બની ગયું છે. એરલાઇન્સે ચેતવણી આપી છે કે જો હાલની કિંમત માળખું ચાલુ રહેશે, તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સનું સંચાલન અશક્ય બની જશે, અને ઉદ્યોગ ગંભીર સંકટમાં પહોંચી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indigo-Spice Jet flight grounding latest aviation crisis
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ