ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Lata Mangeshkar is on a ventilator since last night

હેલ્થ / લતા મંગેશકરની તબિયત બગડી, હેમા માલિનીએ ટ્વિટ કરી માગી દુઆ, 'ભગવાન તેમને હિમ્મત આપે'

Published By: Noor

Last Updated: 02:30 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના કોકિલ કંઠી અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેઓ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. લતા મંગેશકરની હાલત ગંભીર છે. રવિવારે રાતે 2 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારથી તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હોસ્પિટલ પહોંચ્યાના થોડાં સમય પછી જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હતા.

ADVERTISEMENT

લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ

મીડિયા રિપોર્ટ પ્રમાણે લતાજીના ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન થઈ ગયું છે. ઈન્ટરનલ મેડિસિન ફિઝિશિયન ડોક્ટર પ્રતિત સમદાનીએ ટીઓઆઈએ વાતચીતમાં જણાવ્યું કે, 'લતાજીને ન્યૂમોનિયા થયાં બાદ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ થઈ જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જોકે હવે તેમની તબિયત સુધારા પર છે'.

આ હૃદયને વધુ ઓક્સીજન પહોંચાડે છે

લેફ્ટ વેન્ટ્રિક્યુલર જ હાર્ટને સૌથી વધુ ઓક્સીજન પહોંચાડે છે. શરીર સામાન્ય અને સ્વસ્થ રીતે કામ કરી શકે તે માટે તેનું ઠીક રહેવું જરૂરી છે.  

વધુ જાણકારી મળી રહી નથી

પ્રાઈવસી જાળવવા ડોક્ટર્સ લતાજીની તબિયત વિશે વધુ જાણકારી આપી રહ્યાં નથી. સોમવારે તેમની ભત્રીજીએ એક મીડિયા રિપોર્ટ્સને જણાવ્યું કે હવે તેમની તબિયત સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા છે અને ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી છે, પણ થોડાં સમય પહેલાં જ લતાજીની બહેન પાસેથી સમાચાર આવ્યા કે લતાજી વેન્ટિલેટર પર જ છે. જેથી સોશિયલ મીડિયા પર લતાજીના ફેન્સ તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યાં છે. ટ્વિટર પર પણ હેશટેગ લગા મંગેશકર ટ્રેન્ડ કરી રહ્યું છે. 

થોડાં સમય પહેલાં જ સેલિબ્રેટ કર્યો હતો 90મો જન્મદિવસ

28 સપ્ટેમ્બરે લતાજીએ 90મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ અને લાખો-કરોડો ફેન્સે તેમને શુભેચ્છા પાઠવી હતી. 1000થી વધુ ગીતોનો પોતાનો અવાજ આપવા માટે 2001માં લતાજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Hema Malini Lata mangeshkar On Ventilator tweet લતા મંગેશકર વેન્ટિલેટર Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ