ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મોરબીમાં રાજીનામાની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસની એન્ટ્રી, કગથરાએ કહ્યું 'પેરિસ પછી બનાવજો પહેલા...'

લાજીમરો / મોરબીમાં રાજીનામાની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસની એન્ટ્રી, કગથરાએ કહ્યું 'પેરિસ પછી બનાવજો પહેલા...'

Last Updated: 03:25 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ

ADVERTISEMENT

Morbi News : મોરબીમાં રાજીનામાની ચેલેન્જ વચ્ચે કોંગ્રેસની એન્ટ્રી થઈ ચુકી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ ચેલેન્જ આપી હતી. આગામી સોમવારે મોરબીની દુર્દશા અંગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. સોમવારે કોંગ્રેસ લોકોની હાલાકી અંગે નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. મોરબીના લોકો માટે ચેલેન્જ આપવાના બદલે કામ કરવાની જરૂર હોવાનું પણ લલિત કગથરાએ જણાવ્યું છે. ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના નિકાલ માટેના રસ્તા બંધ થઇ રહ્યા છે. મોરબી પેરિસ પછી બનાવજો પહેલા રોડ રસ્તા સારા બનાવવા ટકોર કરી હતી.

કાંતિ અમૃતિયાએ આપી હતી ચેલેન્જ

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં જણાવ્યું કે, જો તાકાત હોય તો તત્કાલ રાજીનામું આપો આપણે ચૂંટણી લડી લઇએ એટલે તેને પણ ખબર પડે કે કેટલી વીસે સો થાય છે.

આ પણ વાંચો : Video: 90થી વધુના મોત, 432 મકાનોની જળસમાધિ અને કરોડોનું નુકસાન, જુઓ હિમાચલમાં હિમતાંડવના Live દ્રશ્યો

કગથરાએ ફેંક્યો પડકાર

જો કે આ રાજીનામાની ફાંકા ફોજદારી વચ્ચે બીજા એક ધારાસભ્ય પણ કુદ્યા હતા. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ અમૃતિયાના સપોર્ટમાં સૂર પુરવતાં તેમણે પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું છે કે 'ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.' સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભાજપનાં ધારાસભ્યોમાં ગોપાલ ઇટાલિયા માટે રાજીનામું આપી દેવાની ફેશન હોય તેમ એક પછી એક ટપોટપ જાહેરાતો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Lalit Kagathara Gopal Italia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ