બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / laborer raised so many bricks on his head anand mahidra tweet video goes viral

OMG / આ Video જોઈને આનંદ મહિન્દ્રા પણ દંગ રહી ગયા, કહ્યું આટલી સખત મહેનત કોઈએ ન કરવી જોઈએ

Published By: Premal

Last Updated: 02:23 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ મહિન્દ્રાનું ટ્વિટર એકાઉન્ટ એક રસપ્રદ વીડિયો અને પોસ્ટથી ભરાયેલુ છે. તેઓ પોતાના પ્રશંસકો અને ફોલોઅર્સને ટ્વિટર પર મોટીવેશનલ પોસ્ટથી ખુશ કરવા માટે પસંદ કરે છે. સોમવારે મહિન્દ્રા સમુહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.

  • આનંદ મહિન્દ્રાએ ટ્વિટર એકાઉન્ટ પર કર્યો વીડિયો શેર
  • શ્રમિક માથા પર ઈંટોનો ઢગલો માથે લઈ જઈ રહ્યો છે
  • વીડિયોને થોડા જ કલાકોમાં 50 હજારથી વધુ લોકોએ જોયો

 

આ વીડિયોમાં એક શ્રમિક માથા પર ઈંટોનો ઢગલો લઈને જઈ રહ્યો છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 5000 લાઈક મળી. 57 સેકન્ડના વીડિયોમાં એક શખ્સે એક-એક એમ ઈંટોનો ઢગલો પોતાના માથે કર્યો છે. એવુ પ્રતિત થઈ રહ્યું છે કે આ વીડિયો ભારતમાં એક કન્ટ્રક્શન પરનો છે. આનંદ મહિન્દ્રાએ આ શ્રમિકના કૌશલ્યના ખૂબ વખાણ કર્યા અને વીડિયો પોસ્ટ કર્યાની સાથે દિલ કો છૂનેવાલા કેપ્શન આપ્યું. તેમણે કેપ્શન લખી જણાવ્યું કે, શ્રમિકોનું જીવન કેટલુ જોખમપૂર્ણ હોય છે.

આનંદ મહિન્દ્રાએ કર્યુ શાનદાર ટ્વિટ
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી લખ્યું, કોઈ પણ શ્રમિકે આવુ જોખમ ભરેલુ શારીરિક શ્રમ ના કરવુ જોઈએ. તમારે આ વ્યક્તિના સખત પરિશ્રમને વખાણવો જોઈએ. શું કોઈને ખબર છે કે આ વીડિયો ક્યાનો છે? શું તેમના કર્મચારીઓને ઓટોમેટિક મશીન આપી શકાય તેવુ છે અને શ્રમિકોના કૌશલ્યને ઓળખી શકાય તેવુ છે? વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાના મંતવ્યો શેર કર્યા છે. એક યુઝર્સે કહ્યું કે, ઓટોમેશનથી શ્રમિકોની નોકરી જતી રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra Twitter labour viral video Ajabgajab

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ