બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Laapata Ladies Trailer is out, kiran rao direction movie

બોલિવૂડ / Laapata Ladies Trailer: અપને વાલી કા ફોટો દિખા! વહુ બદલાઈ તો ગામ માથે લીધું! લાપતા લેડિઝનું ટ્રેલર રીલીઝ, પેટ પકડીને હસી પડજો

Published By: Vaidehi

Last Updated: 06:44 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Laapata Ladies: કિરણ રાવનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિતાંશી ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશનની સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું ટ્રેલર કોમેડી અને સસ્પેંસથી ભરપૂર છે. જુઓ.

  • ધમાકેદાર કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ
  • 2 દુલ્હનોની અદલા-બદલીની કહાની
  • દર્શકો ટ્રેલર જોઈને ખૂબ હસ્યાં

આમિર ખાન પ્રોડક્શન્સ અને કિરણ રાવનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર્શકોને આ ટ્રેલર ઘણું રોમાંચક અને કોમેડી લાગી રહ્યું છે. નિતાંશી ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશનની સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું ટ્રેલર કોમેડી અને સસ્પેંસથી ભરપૂર છે. 

1 માર્ચનાં રિલીઝ થશે
'લાપતા લેડીઝ' આ વર્ષે 1 માર્ચનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. કિરણ રાવે પોતાની ફિલ્મ 'લાપતા લેડીઝ'નું ટ્રેલર પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. આ સાથે જ તેમણે લખ્યું કે- ' ઘૂંઘટ ઊઠી ચૂક્યાં છે.. #LaapataaLadiesનું ટ્રેલર આવી ગયું છે! BMS ઓફરનો ફાયદો ઊઠાવવા માટે અત્યારે જ ટિકિટ પ્રી-બુક કરો"

રોમાંચક સ્ટોરી
લાપતા લેડીઝની સ્ટોરીની વાત કરીએ તો આ 2 દુલ્હનોનાં ફરવાની, ભૂલથી ટ્રેન બદલાઈ જવાની આસપાસ રહેશે. ટ્રેલરની શરૂઆત દુલ્હનનાં ગૃહપ્રવેશથી થાય છે પણ ઘૂંઘટ ઊંચો થાય છે ત્યારે ખબર પડે છે કે દૂલ્હો ખોટી દૂલ્હનને ઘરે લઈ આવ્યો છે. જે બાદ તે પોતાના એક મિત્ર સાથે પોલીસ સ્ટેશનમાં પોતાની લાપતા પત્નીની રિપોર્ટ લખાવે છે. ફિલ્મમાં એક્ટર રવિ કિશને પોલીસવાળાનો રોલ પ્લે કર્યો છે જેમાં તેણે પોતાની દમદાર એક્ટિંગ દેખાડી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Rao (@raodyness)

ફિલ્મને સ્ટેંડિંગ ઓવેશન મળ્યું
બિપ્લબ ગોસ્વામીની સ્ટોરી પર બેસ્ડ આ ફિલ્મની 2023માં ટોરેંટો ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થઈ ચૂકી છે. લાપતા લેડીઝને TIFFમાં સ્ટેંડિંગ ઓવેશન પણ મળ્યું હતું. ફિલ્મમાં નિતાંશી ગોયલ અને સ્પર્શ શ્રીવાસ્તવ સિવાય પ્રતિભા રાંટા, છાયા કદમ અને રવિ કિશનનું પાત્ર પણ મહત્વનું છે.

વધુ વાંચો: શું કંગના રનૌત આ યુવકને ડેટ કરી રહી છે? અયોધ્યાનો ફોટો વાયરલ થતા તોડ્યું મૌન, જુઓ શું કહ્યું
 

સંકળાયેલા મુદ્દાઓ

Kiran Rao Laapataa Ladies Trailer Video કિરણ રાવ બોલિવૂડ લાપતા લેડીઝ Laapata Ladies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ