બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Laal Kaptaan trailer Saif Ali Khan's dangerous assassin avatar

Laal Kaptaan Trailer / 'નાગા સાધુ'નાં ખૂની ખેલ સાથે સૈફ અલી ખાનનો અનોખો અંદાજ, ટ્રેલર જોઇ તમારા હોશ ઉડી જશે

Published By: Dhruv

Last Updated: 02:27 PM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ થઇ ગયો છે. પ્રથમ ભાગને 'ચેપ્ટર વન-ધ હંટ' નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનાં કેરેક્ટરનું નામ 'નાગા સાધુ' છે. ટ્રેલરમાં સૈફ અલી ખાનનો રોલ ખૂબ દમદાર છે. તેઓ ટ્રેલરમાં ખૂબ હિંસક જોવા મળી રહ્યાં છે.

  • ચહેરા પર ભસ્મ લગાવી સૈફ અલી ખાન જોવાં મળ્યાં ખૂબ અગ્રેસિવ મૂડમાં
  • લાલ કપ્તાન ટ્રેઇલરમાં સૈફનો રોલ જોઈ આપ ચોંકી જશો
Laal Kaptaan trailer
લાલ કપ્તાન ટ્રેઇલર

ક્લોઝઅપ શૉટ, માથા પર લાલ તિલક, આંખોમાં કાજલ અને ચહેરા પર લાગેલી ભસ્મમાં સૈફ અલી ખાન ખૂબ અગ્રેસિવ મૂડમાં દેખાય છે. ફિલ્મમાં પ્રતિશોધની જર્નીને દેખાડવામાં આવી છે. સૈફ અલી ખાન ટ્રેલરમાં લોકોને મારતા અને ઘોડા પર લોકોને ઘસેડતા જોવા મળી રહ્યાં છે.

Laal Kaptaan trailer
લાલ કપ્તાન ટ્રેઇલર

ટ્રેલરની શરૂઆતમાં સૈફ અલી ખાન કહે છે કે, 'આદમી કે પૈદા હોતે હી કાલ ભૈંસે પર બેઠકર ચલ પડતા હૈ. ઉસે વાપસ લાને કે લિયે. આદમી કી જીંદગી ઉતની, જિતના સમય ઉસ ભૈંસે કો લગા ઉસ તક પહુંચને મે.' ટ્રેલરમાં સોનાક્ષી સિન્હાએ પણ વૉઇસ ઓવર આપ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રેલરને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. સૈફ અલીનો લુક અને એક્ટિંગને પસંદ કરવામાં આવી રહી છે.

પહેલા લાલ કપ્તાન 11 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થવાનું હતું પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલાઇ ગઈ છે. હવે 18 ઓક્ટોબરનાં રોજ રીલીઝ થશે. સૈફ અલી ખાન લાલ કેપ્ટનમાં લીડ રોલમાં છે. ફિલ્મને નવદીપ સિંહે ડાયરેક્ટ કરી છે અને આનંદ એલ રાયે પ્રોડ્યૂસ અને દીપક વેંકેટેશે લખી છે.

વર્ક ફ્રન્ટ પર, લાલ કપ્તાનની સાથે સૈફ અલી ખાન નિતિન કક્કડની જવાની જાનેમનમાં જોવા મળશે. આ સિવાય સૈફ અલી ખાન નેટફ્લિક્સની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સમાં દેખાયા હતાં. તમને જણાવી દઇએ કે સેક્રેડ ગેમ્સને બેસ્ટ ડ્રામા કેટેગરીમાં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ માટે નામિત કરવામાં આવ્યું છે. સૈફ અલી ખાને એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, 'આ એક કમાલ છે કે જો તમે કોઈ પણ વસ્તુને ઈમાનદારીથી કરો તો તે આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Laal Kaptaan trailer Saif Ali Khan trailer લાલ કપ્તાન ટ્રેઇલર સૈફ અલી ખાન Laal Kaptaan Trailer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ