ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / kyle gordy father of 47 kids serial sperm donor

OMG! / ગજબ કહેવાય! માત્ર 30 વર્ષની ઉંમરે આ શખ્સ બન્યો '47' બાળકોનો બાપ, હજુ પણ 10 સંતાનોનું થશે આગમન

Published By: Dhruv

Last Updated: 04:38 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શખ્સનો એવો દાવો છે કે તે પોતે માત્ર 30 વર્ષની ઉંમરમાં જ 47 બાળકોનો પિતા બની ચૂક્યો છે અને હજુ પણ 10 સંતાનો આવશે.

ADVERTISEMENT

  • આ શખ્સ 30 વર્ષની ઉંમરે 47 બાળકોનો પિતા બની ચૂક્યો
  • ટૂંક સમયમાં 57 બાળકોનો પિતા બની જશે: શખ્સનો દાવો
  • આ વ્યક્તિ સ્પર્મ ડોનર છે

તમે ઘણી વાર એવા સમાચાર સાંભળ્યા હશે કે કોઇ 65 વર્ષની વ્યક્તિએ પોતાનાથી નાની ઉંમરની કોઇ છોકરી સાથે લગ્ન કર્યા હોય અથવા તો કોઇ પિતા પોતાના 10થી 12 બાળકોનો પિતા હોય અને એ પણ જરાક મોટી ઉંમરે. પરંતુ આ શખ્સનો એવો દાવો છે કે તે પોતે માત્ર 30 વર્ષની ઉંમરમાં જ 47 બાળકોનો પિતા બની ચૂક્યો છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kyle Gordy (@kylegordy123)

આ શખ્સે એવો દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં તે વધુ 10 બાળકોનો પિતા (જૈવિક પિતા) બનશે. પરંતુ તેણે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું કે, આનાથી તેની ડેટિંગ લાઈફ બરબાદ થઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે, આ વ્યક્તિ સ્પર્મ ડોનર છે.

કેલ ગોર્ડી (Kyle Gordy) નામની આ વ્યક્તિ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેની ઉંમર માત્ર 30 વર્ષની જ છે. કેલનો દાવો છે કે, તે ટૂંક સમયમાં જ 57 બાળકોનો બાયોલોજિકલ પિતા બની જશે. એક ખાનગી ન્યુઝપેપરના અહેવાલ મુજબ, કેલ ગોર્ડી અત્યાર સુધીમાં 47થી વધુ બાળકોનો પિતા બની ચૂક્યો છે. કેલ કહે છે કે, થોડાં વર્ષો પહેલાં તેની ડેટિંગ લાઇફ એવરેજ હતી, તેણે ઘણા લોકો સાથે ડેટિંગ કર્યું હતું. પરંતુ તે કોઈની સાથે લાંબા સમય સુધી સંબંધમાં રહી શક્યો નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kyle Gordy (@kylegordy123)

ઇન્સ્ટાગ્રામ પર ધડાધડ મેસેજ આવવાના શરૂ થવા લાગ્યા...

કેલ હવે થોડોક ઉદાસ લાગી રહ્યો છે. કારણ કે તેણે કહ્યું કે - હવે મહિલાઓ તેની સાથે ત્યારે જ વાત કરે છે કે જ્યારે તેઓ બાળક ઈચ્છે છે. કેલે એ પણ જણાવ્યું કે, જ્યારે તેને સ્પર્મ ડોનેટ કર્યું ત્યારે અનેક પ્રેગ્નન્સી ખૂબ જ સફળ રહી. ત્યાર બાદ મહિલાઓએ તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનું શરૂ કરી દીધું.

કેલે એમ પણ કહ્યું હતું કે, તેને કલ્પના પણ ન હોતી કે આટલી બધી મહિલાઓ આ કામ માટે રસ દાખવશે. કારણ કે તેને લાગતું હતું કે તેમાંથી ઘણી ખરી મહિલાઓ અમીર હશે કે જે સ્પર્મ બેંક જઈ શકે છે.

મહિલાઓ 'બાયોલોજીક ફાધર' ઇચ્છતી હતી

કેટલીક મહિલાઓએ કેલને એમ પણ કહ્યું કે, તેઓ તેમના બાળકના 'જૈવિક પિતા' ને જોવા ઇચ્છે છે. પરંતુ કેલએ કહ્યું કે, 'દુર્ભાગ્યવશ, હવે અનેક સ્ત્રીઓને મારી સાથે ડેટ કરવાનું પસંદ નથી.' પરંતુ કેલના જીવનમાં એવી કેટલીક મહિલાઓ પણ સામેલ હતી કે જેની સાથે તેને લાગતું હતું કે કદાચ તેમનો સંબંધ આગળ વધી શકે છે પરંતુ તેમની સ્ટોરીનો ત્યાં જ અંત આવી ગયો.

આશા છે કે ઘર વસાવી લઇશું

હજુ પણ કેલ એવી આશા રાખી રહ્યો છે કે એક દિવસ તે જરૂરથી પોતાનું ઘર વસાવી લેશે અને તેઓનો એક પરિવાર પણ હશે. પરંતુ કોઇ ખાસ વ્યક્તિ જ હશે કે જે તેને આ સ્વરૂપમાં સ્વીકારશે. કેલેએ કહ્યું કે, "મને લાગે છે કે પોતાના સ્પર્મ ડોનેશન વિશે વહેલામાં વહેલા જણાવવું યોગ્ય રહેશે કારણ કે પછી તે (થનારી પાર્ટનર) આ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકશે.

1000 થી વધુ મહિલાઓએ સ્પર્મ માટે કહ્યું

કેલ એવો દાવો કરે છે કે, અત્યાર સુધીમાં 1000થી વધુ મહિલાઓએ પોતાની પાસેથી સ્પર્મની માંગણી કરી છે. અનેક મહિલાઓ તેના ડોનેશનથી પેદા થયેલા બાળકોના ફોટા મોકલતી રહે છે.

કેલ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે, તે કૈફીન, આલ્કોહોલ, ડ્રગ્સ અને સિગારેટનું સેવન નથી કરતો. કેલ હાલમાં સ્પર્મ ડોનર બનવા માંગે છે, તેણે એમ પણ કહ્યું કે જે પણ મહિલાને તેની સેવાની જરૂર છે તે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kyle Gordy United States father of 47 kids serial sperm donor kyle gordy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ