બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ

કચ્છ / VIDEO : સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ

Last Updated: 09:09 AM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની ખાવડા બોર્ડર નજીક સોલાર પ્લાન્ટની લેબર કોલોનીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાનું જોઇ શકાય છે.

કચ્છમાં સંવેદનશીલ સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. કચ્છની ખાવડા બોર્ડર નજીક સોલાર પ્લાન્ટની લેબર કોલોનીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાનું જોઇ શકાય છે. દારૂ પીને બારાતું મજૂરો અને ડ્રાઇવરો ધમાલ મચાવતા હોય છે. આ વીડિયોએ પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સરહદી વિસ્તારમાં એક ગાડી ઉભેલી છે. જેની અંદર બેઠેલા માણસો શરાબનું વેચાણ કરી રહ્યા છે.. એક યુવક ગાડીની બહાર ઉભો રહી પૈસા આપી તેમની પાસેથી શરાબની બે બોટલ ખરીદે છે અને પછી તે બોટલ લઇને આવતો દેખાય છે અને આ યુવક તેના બાઇક પર ભરાવેલા થેલામાં શરાબની બોટલ મુકતો જોવા મળે છે.

આ પણ વાંચોઃ VIDEO : વધુ એક અક્સ્માતનો બનાવ, કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ

વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં લાકડાની બનાવટનું એક આડાશ ધરાવતું માળખુ ઉભુ કરી શરાબનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Liquor Violation of Prohibition Law
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ