બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : વધુ એક અક્સ્માતનો બનાવ, કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ
Last Updated: 08:09 AM, 9 April 2025
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે.. ગોત્રીમાં ઇએસઆઇ હોસ્પિટલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.. કાર ડિવાઇડર પર જઇ પલટી ખાઇ ગઇ હતી.. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ અકસ્માતને પગલે લોકોનું ટોળુ સ્થળ પર એકત્ર થઇ ગયું હતું.
ADVERTISEMENT
વડોદરામાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, કાલ પલટી મારી ગઈ#vadodara #vadodarapolice #RoadAccident #viralvideo #cctvvideo #viral #VTVDigital pic.twitter.com/dm6Ga3Evsc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 9, 2025
આ પણ વાંચોઃ લતા મંગેશકર ચોક પાસે ડમ્પરે મારી ટક્કર: 1 નું મોત; 6 ગંભીર રીતે ઘાયલ
ADVERTISEMENT
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે ફૂલ સ્પીડમાં આવતી એક કાર રોડ પર એકસાઇડ પાર્ક કરાયેલી અન્ય કારને પાછળથી ટક્કર મારે છે, આ દરમ્યાન શોર્ટબ્રેક મારવાને કારણે કાર સીધીજ પલટી ખાઇ જાય છે અને બે થી ત્રણ પલટી ખાઇને કાર ડિવાઇડર પર જઇ પડે છે.. આ અકસ્માત જોતા ચોક્કસ એમ લાગે કે આમાં જરૂર મોટી જાનહાનિ થઇ હશે.. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
કાર ચાલક દારૂના નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો.. દરમ્યાન અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.