બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / know these secret facebook tricks to improve your experience

ટીપ્સ / ફેસબુકની આ ઉપયોગી ટિપ્સ અન્ડ ટ્રિકસ વિશે જાણો છો?

Published By: Mehul

Last Updated: 10:11 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક વિશ્વનું સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે. ફેસબુકની એક ખાસ વાત એ છે કે તેમાં એવા ઘણા ફિચર્સ છે જે યુઝરના એકસપિરિયન્સને વધુ બહેતર બનાવી શકે છે. મજાની વાત એ છે કે મોટાભાગના લોકો ફેસબુકની આ ઉપયોગી ટિપ્સ એન્ડ ટ્રિકસ વિશે જાણતા નથી. અહીં કેટલાક એવા ફિચરની વાત કરી છે જે બહુ ઉપયોગી છે.

  • ફેસબુક વિશ્વનું સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ
  • ફેસબુકમાં ઘણા ફિચર્સ છે જે યુઝરના એકસપિરિયન્સને વધુ સારા બનાવે છે
  • મોટાભાગના લોકો ફેસબુકની આ ઉપયોગી ટિપ્સ એન્ડ ટ્રિક્સ વિશે અજાણ
     

આપણા બધાના ફ્રેન્ડલિસ્ટમાં કેટલાક લોકો એવા હોય છે જ સતત કંઇને કંઇ અપડેટ કરતા રહે છે. ઘણીવાર આવી પોસ્ટ્સથી ખીજ પણ ચડે છે. તેનાથી બચવા માટે ફેસબુક સ્નૂઝ વિકલ્પ આપે છે. તમારા મિત્રની પોસ્ટને મ્યૂટ કરવા માટે, તેની કોઇપણ પોસ્ટની ઉપર જમણી બાજુ ત્રણ ડોટ પર કલિક કરો. તમારી સ્ક્રીન પર ડ્રોપ ડાઉન મેનૂ ખુલશે. અહીં તમને પોસ્ટ હાઇડ કરવાનો.

30 દિવસ માટે સ્નૂઝ કરવાનો વિકલ્પ મળશે. ફેસબુકના કારણે મિત્રો અને પરિવારના સભ્યોના જન્મદિવસને યાદ રાખવું વધુ સરળ બન્યું છે. દરરોજ ફેસબુક તમને નોટિફિકેશનથી ફ્રેન્ડલિસ્ટમાં હોય તેના જન્મદિવસની જાણ કરે છે. જો કે બધાના જન્મદિવસમાં રસ હોતો નથી. તમે સેટિંગ્સમાં જઇને જન્મદિવસના નોટિફિકેશન બંધ કરી શકો છો. ફેસબુક તેના યુઝર્સને સંપૂર્ણ ડેટા ડાઉનલોડ કરવાની પરમિશન પણ આપે છે. જેમાં ફેસબુક પર એકટિવિટીની માહિતી હોય છે. 

ડેટા ડાઉનલોડ કરવા માટે સેટિંગ્સમાં Your Facebook Information ઓપ્શન મળશે. તેના પર કલિક કરતાં Download Your Information ઓપ્શન મળશે. ફેસબુર પર ગેમ્સ રમતા ફ્રેન્ડસના ઇન્વિટેશન અને રિકવેસ્ટથી ઘણા લોકો પરેશાન થાય છે. સેટિંગ્સમાં બ્લોકિંગ ઓપ્શન સ્ક્રોલ કરીને તમે આ બધુ બ્લોક કરી શકો છો.

જો તમે ઇચ્છતા હોવ કે તમારી સાથે ચેટિંગ કરનાર યુઝરને ખબર ન પડે કે તમે મેસેજ  વાંચ્યો છે કે નહીં, તો ફેસબુક તમને આનો વિકલ્પ પણ આપે છે. આ ફિચરની મદદથી  'seen' ઓપ્શન બંધ કરી શકો છો. આ માટે તમારે Unseen for Facebook Chrome extension ડાઉનલોડ કરવું પડશે. તે ઇન્સ્ટોલ થયા પછી, બ્રાઉઝર ટૂલબારમાં મેસેંજર આઇકન પર ટેપ કરો અને તેને ઓન કરો.

ફેસબુકમાં ચોક્કસ લોકો ઓનલાઇન સ્ટેટસ ન જોઇ શકે કે મેસેજ ન મોકલી સકે તેમ ઇચ્છતા હોવ તો સેટિંગ્સમાં આપેલા બ્લોકીંગ ઓપ્શન પર જવું પડશે. અહીં બ્લોક યુઝર સેકશન દેખાશે. અહીં તમારે જે યુઝરને બ્લોક કરવો હોય તેનું નામ લખવું પડશે. આ લિસ્ટમાં સામેલ યુઝર તમને કોઇ મેસેજ કે રિકવેસ્ટ મોકલી શકશે નહીં.

ફેસબુક ન્યૂઝ ફીડને સ્ક્રોલ કરતી વખતે કેટલીક તમને ગમી હોય તેવી પોસ્ટ  હોય છે જે સમયના અભાવના કારણે વાંચી શકતા નથી. જો તમારે એ પોસ્ટ પછી વાંચવી હોય તો પોસ્ટની જમણી બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરીને તેને પછીથી વાંચવા લીંક સેવ કરી શકો છો. આ લિંકને એકસેસ કરવા સાઇડબારમાં એક્સ્પ્લોર ઓપ્શનમાં સેવ્ડ સેકશન કલિક કરીને સેવ કરેલી પોસ્ટ ગમે ત્યારે જોઇ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Tech Update facebook technology news ગુજરાતી ન્યૂઝ tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ