બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વાયનાડની વ્હારે આવ્યા સાઉથ સુપરસ્ટાર્સ, રશ્મિકાં સહિત આ દિગ્ગજોએ કર્યું દાન
Last Updated: 09:17 AM, 2 August 2024
કેરળના વાયનાડમાં બે દિવસ પહેલા થયેલા મુશળધાર વરસાદે આફત ઉભી કરી છે. મોટાપાયે થયેલા ભુસ્ખલનથી ભારે તબાહી જોવા મળી. આ ભુસ્ખલન બાદ અત્યાર સુધી 254 લોકોના મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે. જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. વાયનાડથી આવી રહેલી તસ્વીરો ખૂબ જ ભયાનક છે.
ADVERTISEMENT
#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad.
— ANI (@ANI) August 2, 2024
The current death toll stands at 308, as per Kerala Health Minister Veena George pic.twitter.com/CY0iOuPHf4
આ વચ્ચે ઘણા મલયાલમ એક્ટર્સે ભુસ્ખલન પીડિતોની મદદ માટે Chief Minister Relief Fundમાં ડોનેટ કર્યું છે. મલયાલમ સુપરસ્ટાર મમુટી અને તેમના દિકરા ગુલકર સલમાને 25 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાનું કોન્ટ્રિબ્લૂટ કર્યું છે.
ADVERTISEMENT
ત્યાં જ મમૂટીના ચેરિટેબલ ટ્રસ્ટ પણ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. સાથે જ ભુસ્ખલન પ્રભાવિત પીડિતોને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમાં ફૂડ આઈટમ, દવાઓ, કપડા અને બીજી જરૂરી વસ્તુઓ શામેલ છે.
સાઉથ સુપરસ્ટાર્સે મદદ માટે લંબાવ્યો હાથ
ADVERTISEMENT
એક બાજુ ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તો ત્યાં જ બીજી બાજુ પ્રભાવિત પરિવારોની મદદ માટે સાઉથ સુપરસ્ટાર્સ પણ આગળ આવી ગયા છે. મમૂટી અને દુલકર સલમાન બાદ ફદાહ ફાસિલ અને તેમની પત્ની નજરિયા નાજિમે પણ જરૂરીયાતમંદ લોકોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ફહાદ ફાસિલની ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું છે- માનનીય મુખ્યમંત્રી, કેરળ... વાયનાડના લોકો માટે ભારે મનથી લખી રહ્યો છું. પ્રભાવિત પરિવારોની મદદ માટે શામેલ વોલંટિયર અને રેસ્ક્યૂ ટીમની સાથે આપણી સરકારના ચાલી રહેલા પ્રયત્નો સરાહનીય છે. આ પડકારના સમયે લોકોની સાથે છે. તેમાં આગળ લખ્યું હતું- રાહત અને મદદ માટે અમે મુખ્યમંત્રી રાહત કોષમાં ફક્ત પચ્ચીસ લાખ રૂપિયા ડોનેટ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ મામૂલી યોગદાન તે લોકોની મદદ કરશે જેમને તેની ખૂબ જ જરૂર છે.
ADVERTISEMENT
વધુ વાંચો: Video: લાઈવ મેચમાં અશ્વિન લાલપીળો થઈ ગયો, કેમેરા કેદ થઈ મારવાની ધમકી

ADVERTISEMENT
રશ્મિકા મંદાનાએ લોકોની કરી મદદ
ત્યાંજ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ લોકો માટે મદદના હાથ લંબાવ્યો છે. એક્ટ્રેસે સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.