બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 AM, 2 August 2024
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર- ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ક્રિકેટને લઈને કેટલા જનૂની છે એ દરેક લોકો જાણે છે. જ્યાં એક તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયાના ઘણા યુવા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં રમવાનો આદેશ આપે છે. જેને ઈશાન કિશન જેવો ખેલાડી નથી રમી રહ્યા. ત્યાં જ 37 વર્ષના અશ્વિન દરેક મેચ રમતા જોવા મળે છે.
ADVERTISEMENT
Nov ash na 😂🔥 pic.twitter.com/enZZgZzwBY
— being_vj (@rising_raj_) August 1, 2024
તમિલનાડુ માટે રણજી ટ્રોફીની મેચ હોય કે પોતાના લોકલ ક્લબ માટે કોઈ મેચ હોય કે ટીએનપીએલમાં પોતાની ટીમ ડિંડગુલ ડ્રેગન્સ માટે રમવાનું હોય અશ્વિન પોતાની ટીમ માટે રમે છે. એવી જ એક મેચમાં અશ્વિન પોતાના પર કાબુ ન રાખી શક્યા અને મેચમાં ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા.
ADVERTISEMENT

અશ્વિનને આવ્યો ગુસ્સો
ADVERTISEMENT
હકીકતે અશ્વિનની ટીમને 159 રનો લક્ષ્ય હતો. અશ્વિને ત્રીજા નંબર પર ઉતારીને ફાસ્ટ બેટિંગ કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તે 14મી ઓવરના બીજા બોલ પર આઉટ થયા. આ ડિંડગુલની બીજી જ વિકેટ હતી અને ટીમને 30 બોલમાં 44 રનોની જ જરૂર હતી.
અશ્વિન આઉટ થઈને ડગ આઉટમાં પહોંચી ગયા હતા ત્યારે શિવમ સિંહ અને નવા બેટ્સમેન બાબા અપરાજિતની વચ્ચે રન લેવાને લઈને કન્ફ્યૂઝન થઈ ગયું અને અપરાજિત પહેલા જ હોલ પર રન રાઉટ થઈ ગયા. આ રીતે બે બોલ પર 2 વિકેટ પડી ગઈ. અશ્વિને જેવું આ જોયું તેમના ગુસ્સાનો પાર ન રહ્યો અને તે પોતાની સીટથી ઉભા થઈને પોતાના ટીમ મેટને કઈંક કહી રહ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: ખબર પડી? માર્ગ ભટકીને ફરતી પૃથ્વીની બાજુમાંથી નીકળી આ 'જીવ', કેવા લાગતાં હશે?
ટીમમેટને જ ધમકાવી નાખ્યા
ADVERTISEMENT
અશ્વિન ગુસ્સામાં બુમો પાડવાની સાથે હાથોથી આક્રામક ઈશારા પણ કરી રહ્યા હતા. જેમ કે કોઈને મારવા પીટવાની ધમકી આપી રહ્યા હોય. આ બધુ કેમેરામાં કેદ થઈ ગયું. જે થોડા સમય બાદ ટીવી સ્ક્રીન પર પણ ચાલ્યું. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થવા લાગ્યો અને ફેંસ અશ્વિનને વિરાટ કોહલી જેવા તેવર જોઈને ચોંકી ઉઠ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.