ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / katrina kaif spoke about salman khan non punctual behavior and akshay kumar as morning person

મનોરંજન / 'સેટ પર પોતાનો મિજાજ...', જુઓ સલમાન ખાનને લઇ આ શું બોલી કેટરીના કૈફ

Published By: Vikram Mehta

Last Updated: 03:00 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરિના કેફે મોટાભાગે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. કેટરીનાએ અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે.

ADVERTISEMENT

કેટરીના કેફને બોલિવુડમાં 20 વર્ષ થઈ ગયા છે અને તેમણે લગભગ તમામ એક્ટર્સ સાથે કામ કર્યું છે. કેટરિના કેફે મોટાભાગે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. તાજેતરમાં કેટરીના કેફે અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે અને જણાવ્યું છે કે, તે બંનેની વર્કિંગ સ્ટાઈલ તદ્દન અલગ છે. 

કેટરિના કેફે સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર ક્યોં કિયા’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ભારત’ અને ‘ટાઈગર 3’ સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. કેટરિના કેફે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘હમકો દીવાના કર ગયે’, ‘નમસ્તે લંડન’, ‘સિંહ ઈઝ કિંગ’, ‘દે ધના ધન’ અને ‘સૂર્યવંશી’માં કામ કર્યું છે. 

કેટરિના કેફે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે કામ કરવા અંગે જણાવ્યું કે, ‘ટાઈમ મેનેજ કરવો તે ખૂબ જ જરૂરી છે. અક્ષય કુમાર મોર્નિંગ પર્સન છે. અમારી આ રીતે વાતચીત થતી હોય છે કે, ‘અક્ષય કાલે મોડા કોલ કરીએ. હું સવારે 6 વાગ્યે નથી ઉઠતી.’ તો બીજી તરફ સલમાન ખાનને કહેવું પડે કે, ‘સલમાનન પ્લીઝ થોડા જલ્દી આવ, આટલું મોડું ના કરશો, બસ થોડા જલ્દી આવજો.’’

કેટરિના કેફે બંને એક્ટરને એક સારા આર્ટિસ્ટ ગણાવતા કહ્યું છે કે, ‘એક એક્ટર તરીકે સલમાન ખાનનો સેટ પર પોતાનો મૂડ હોય છે. બધા લોકોને ખબર છે કે સલમાન એક ઈમાનદાર વ્યક્તિ છે, પણ હકીકતમાં તે ખૂબ જ વિચારે છે. તેઓ તમામ વસ્તુને કહાનીની નજરથી જોવે છે.’

વધુ વાંચો: અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સિંગર રિહાના બની Oops મોમેન્ટનો શિકાર, ડાન્સ કરતા-કરતા ડ્રેસ ફાટ્યો

કેટરિના કેફે અક્ષય કુમાર અંગે જણાવ્યું કે, ‘અક્ષય એકદમ અલગ વ્યક્તિ છે. તેઓ કહાનીને કવર કરે છે, પણ ઘણો સુધારો કર્યા પછી. તેઓ સેટ પર સીન જોવે તે રીતે આવે છે. અમે તે અંગે ચર્ચા કરીએ છીએ અને તેઓ જોતા હોય છે કે, તમે શું કરી રહ્યા છો. અમે સેટ પર રમીએ છીએ. બંને એક્ટર તદ્દન અલગ છે, તેમની સરખામણી કરવી તે મુશ્કેલ છે.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Katrina Kaif akshay kumar morning person katrina about salman khan katrina akshay kumar katrina salman khan અક્ષય કુમાર કેટરીના અક્ષય મૂવી કેટરીના કેફ સલમાન ખાન entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ