બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif said she does not want to repeat herself in too much movies

મનોરંજન / 'હવે હું કંઇ 19 વર્ષની છોકરી નથી', એવો શું બનાવ બન્યો કે કેટરીના કૈફનું દર્દ છલક્યું

Published By: Arohi

Last Updated: 09:42 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Katrina Kaif: બોલિવુડની એક્ટ્રેસ કેટરીના કેફ ફિલ્મોમાં આવી તેને 21 વર્ષ થઈ ચુક્યા છે. તેણે પોતાના 21 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે હવે પોતાના કરિયરમાં તે ભૂલો નથી કરવા માંગતી. તેનું કહેવું છે કે તે કોઈ પણ ફિલ્મમાં હવે એક જીવી ભૂમિકા નિભાવવા નથી માંગતી. હવે તે નવી રીતે પોતાને દર્શકોની સામે રજૂ કરવા માંગે છે.

કેટરીના કેફની હાલમાં જ ફિલ્મ 'મેરી ક્રિસમસ' આવી. શ્રીરામ રાધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે પહેલી વખત તે જોવા મળી. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. હવે આ ફિલ્મ બાદ કેટરીનાએ પોતાના કરિયર પ્લાન વિશે ખુલીને વાત કરી છે. તેમણે પોતાના હાલના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે હવે ફિલ્મો કેમ ઓછી સાઈન કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કંઈક નવું કરવા માંગે છે કેટરીના
એક ઈન્ટરવ્યૂમાં કેટરીનાએ ખુલાસો કર્યો કે હવે તે પોતાને નવી રીતે દર્શકોની સામે લાવવા માંગે છે. તે હવે કોઈ પણ રોલને રીપિટ નથી કરવા માંગતી. રિપોર્ટ અનુસાર કેટરીનાએ કહ્યું- "હું પોતાને નવી રીતે રજૂ કરવા માંગુ છું. તેની પાછળ કારણ એ છે કે હું પોતાની જાતને વધારે રિપીટ નથી કરવા માંગતી કારણ કે અમુક સીન્સથી હું કંટાળી ચુકી છું. જો હું પોતે જ કંટાળી ગઈ છું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર્શક પણ આ વસ્તુથી કંટાળી ગયા હશે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

રિપોર્ટ અનુસાર, કેટરીનાએ કહ્યું આ એક પ્રકારનો ટ્રેક છે જેના પર તે ચાલવાનો પ્રયત્ન કરી રહી છે. તે કોઈ ફ્યુચર માટે ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન નથી કરી રહી. કારણ કે આ એક હકીકત અને ઈમાનદાર હોવાથી છે. તેમણે આગળ જણાવ્યું કે તે અમુક જગ્યાઓ પર પોતાની જાતને સવાલ કરે છે અને પુછે છે- શું હું આ પલમાં ખુશી અનુભવી શકુ છું? શું હું અહીં ખુશ છું? શું મારી પાસે અહીં આપવા માટે કંઈ છે?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

વધુ વાંચો:  'વ્યક્તિએ પ્રામાણિકતાથી કમાવવું જોઈએ', લગ્નમાં પરફોર્મ કરનાર કલાકારો પર ભડકી કંગના રનૌત

હું હવે 19 વર્ષની છોકરી નથી 
કેટરીનાએ આગળ કહ્યું કે એક અનુભવના રૂપમાં પોતાને આપવા માટે કંઈક નવું અને તે સ્પેસ ફિલ્મને આપવા માટે કંઈક નવું હોવું જોઈએ. આ એટલા માટે કારણ કે આ તેમના માટે એક ખાસ પરિવર્તનનું કાળ છે. હવે પોતાને સાબિત કરવા અને બદલવાની જરૂર છે. કારણ કે હવે હું 19 વર્ષની યુવતી નથી જે ફિલ્મોમાં હાલ નવી નવી આવી હોય. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Katrina Kaif movie કેટરીના કેફ katrina kaif

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ