બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut slams young stars for dancing and performing in big wedding
બોલિવુડની ધાકડ એક્ટ્રેસ કંગના રણૌત મોટાભાગે કોઈને કોઈ સ્ટાર પર નિશાન સાધતી જોવા મળે છે. હવે કંગના યંગ જનરેશનના સ્ટાર્સ પર ભડકી ઉઠી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર કંગનાએ દિવંગત લેજન્ડરી સિંગર લતા મંગેશકરના જુના ઈન્ટરવ્યૂનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે જેમાં સ્વર કોકિલાએ લગ્નમાં ગાવાનો ઈનકાર કર્યો હતો.
ADVERTISEMENT

કંગનાએ શેર કરી પોસ્ટ
પોસ્ટની સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું- હું પોતાના જીવનમાં ખૂબ ગરીબીમાંથી પસાર થઈ ચુકી છું. પરંતુ લતાજી અને હું જ એવા વ્યક્તિ છીએ જેના ગીત સૌથી વધારે હીટ થયા છે. મને જેટલું પણ લાલચ આપવાનો પ્રયત્ન કરો પરંતુ મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો.
ADVERTISEMENT
ઘણા સુપરહિટ આઈટમ સોન્ગ પણ મને ઓફર થયા છે પરંતુ મેં નથી કર્યા. કારણ કે ફેમ અને પૈસાને ઠુકરાવવામાં એક સ્ટ્રોન્ગ કેરેક્ટર અને ડિગ્નિટીની જરૂર હોય છે. શૉર્ટ કટની દુનિયામાં યંગ જનરેશનને એ સમજવું જરૂરી છે કે ફક્ત ઈમાનદારીના પૈસા જ કમાવવા જોઈએ.
વધુ વાંચો : માર્ચમાં OTT પર ધમાલ મચાવશે આ 6 દમદાર ફિલ્મો-વેબ સિરીઝ, નોટ કરી લો આ તારીખ
ADVERTISEMENT
કોની તરફ ઈશારો?
કંગનાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ તો નથી લખ્યું પરંતુ ઈશારો-ઈશારોમાં તેમણે યંગ સ્ટાર્સ પર લગ્નમાં પરફોર્મ કરવા પર નિશાન સાધ્યું છે. પરંતુ કંગનાનો ઈશારો કોની તરફ છે?
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.