બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / Bollywood / Karni sena members arrested outside Salman Khan's house amid bed friend forever controversy

વિવાદ / બિગ બૉસના ઘરમાં એવા દ્રશ્યો સર્જાયા કે સલમાન ખાનના ઘરની બહાર તકલીફ વધી

Published By: Shalin

Last Updated: 08:26 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના વિવાદાસ્પદ શો બીગ બોસને શરુ થયે હજી ગણતરીના દિવસો થયા છે અને શો કોન્ટ્રોવર્સીનો શિકાર બન્યો છે. આ વખતે શો માં શરુ કરાયેલ નવા ટાસ્ક મુજબ સ્ત્રી પુરુષ બંને સ્પર્ધકોએ એક જ પલંગ ઉપર સુઈ જવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. આ ટાસ્ક એટલો તો વિવાદમાં ફસાયો છે કે સલમાનના ઘરની બહાર રાજપૂતોની કરણી સેનાએ જમાવડો કર્યો છે.

પદ્દમાવત ફિલ્મ વખતે ચર્ચામાં આવેલી રાજપૂતોની કરણી સેના ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 

સૂત્રોના અહેવાલ મુજબ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર કરણી સેના દેખાવો કરી રહી હતી. આ વિરોધને ધ્યાને લઇને સલમાન ખાનના ઘરની આસપાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને કરણી સેનાના 20 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. 

બોલીવુડ અભિનેતા સલમાન ખાન 

શું હતો વિવાદ?

સલમાન ખાનના પ્રખ્યાત શો બિગ બોસની 13મી સીઝનમાં આ વખતે "બેડ ફ્રેન્ડ ફોરેવર" કન્સેપ્ટ શરુ કરવામાં આવ્યો હતો જેમાં શોના ભાગ લેનાર પુરુષો અને સ્ત્રીઓએ સાથે એક પલંગ ઉપર સુઈ જવાનો ટાસ્ક હતો. આ કન્સેપ્ટનો ભારે વિરોધ થઇ રહ્યો છે. શોને બંધ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે. આ કન્સેપ્ટ દેશમાં અશ્લીલતા ફેલાવી રહ્યો છે તેવો આક્ષેપ મુકાયો છે. આ કન્સેપ્ટ શોના મેકર્સે બદલી નાખ્યો હોવા છતાં આ વિવાદ શમી રહ્યો નથી. 

ટ્વીટર પર આ હેશટેગ વાઇરલ 

ટ્વીટર ઉપર આ શોને બંધ કરી દેવાની માંગ ઉઠી છે. આ માટે #Boycott_Bigboss અને #UnsubscribeColoursTV જેવા હેશટેગ ટ્રેડિંગમાં આવી ચુક્યા છે.

BJPના MLAએ પ્રતિબંધને સમર્થન આપ્યું 

આ મામલે ગાઝિયાબાદના લોની વિસ્તારના વિધાનસભાના ભાજપના MLA નંદ કિશોર ગુર્જરે સૂચના અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કલર્સ ચેનલના બિગ બોસ શો ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. 

ભાજપના MLA નંદ કિશોર ગુર્જર Source : Wikipedia

લોકોની આ માંગને સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે. સૂત્રોને મળેલી માહિતી મુજબ સૂચના અને પ્રસારણ મંત્રાલય બિગ બોસ શો ઉપર પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે.  

નંદ કિશોરે પત્રમાં બિગ બોસ ઉપર ગંભીર આરોપો મુકતા જણાવ્યું હતું કે બિગ બોસ ટીવી ઉપર પ્રાઈમ ટાઈમના સ્લોટમાં પ્રસારિત થાય છે. આ શોનું કન્ટેન્ટ ખુબ અશ્લીલ અને બીભત્સ છે. આ શોની સ્થિતિ એવી થઇ ગઈ છે કે તેને પરિવાર સાથે જોવો ખુબ મુશ્કેલ થઇ ગયો છે. આ શોનું કન્ટેન્ટ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જેથી દેશનો પૌરાણિક, પારંપારિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને નુકશાન પહોંચી શકે છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Big boss 13 Bigg Boss Bigg Boss 13 Salman khan bed friends forever nand kishor gujjar નંદ કિશોર ગુર્જર બિગ બૉસ બીગ બોસ સલમાન ખાન controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ