બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કર્ણાટકના મેંગલુરુમાં એક વ્યક્તિએ બસને વધુ ઝડપે ઓવરટેક કરીને મોતને ટાળ્યું હતું. આ ઘટનાનો ચોંકાવનારો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં એક બસ યુ-ટર્ન લેવા માટે રસ્તાના કિનારે રોકાતી જોઈ શકાય છે. બસ ચાલક બાઇકચાલકને પસાર કર્યા પછી રસ્તા પર કોઈ દેખાતું નથી, પરંતુ બસ ચાલક જ્યારે યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે અચાનક એક સ્કૂટર સવાર ખૂબ જ ઝડપે આવે છે અને ખૂબ નજીકથી પસાર થાય છે. સદનસીબે ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી દેતા ટક્કર ટળી હતી.
ADVERTISEMENT
મેંગલુરુના ઈલિયાર રોડની ઘટના
સ્કૂટર ચલાવનાર વ્યક્તિની બસ સાથે ભયાનક અથડામણ થતાં અટકી ગઈ હતી જો કે તે ડાબી બાજુની દિવાલ સાથે અથડાઈ શક્યો હોત, તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું ન હતું અને તે ખૂબ જ ઝડપે બહાર આવ્યો હતો. સ્કૂટર અટકતા પહેલા ઝાડ અને દુકાન વચ્ચેના નાના અંતરમાંથી પસાર થાય છે અને ફરીથી રસ્તા પર આવે છે. આ ઘટના દરમિયાન તેને એક ઝટકો પણ આવ્યો ન હતો.આ ઘટના મેંગલુરુના ઈલિયાર પડવુ રોડ પર બની હતી, જે મોટે ભાગે ખૂબ વ્યસ્ત રસ્તો નથી હોતો. ટ્રાફિક ત્યાં ઓછું જ રહે છે.
ADVERTISEMENT
Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵
— Mangalore City (@MangaloreCity) January 11, 2022
The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj
ADVERTISEMENT
ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
ખાનગી બસ મંગળવારે સાંજે મેંગલુરુથી એલીયાર પડવુ જઈ રહી હતી ત્યારે રસ્તા પર બહુ વાહનો ન હતા. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં સ્કૂટર સવાર બસ સાથે અથડાઈને બચવાનો પ્રયાસ કરતી વખતે કાબૂ ગુમાવતો જોઈ શકાય છે. આ બધું 15 સેકન્ડની અંદર થયું. જો કે બાઈકસવારનો આબાદ બચાવ થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મેંગલુરુ નજીક નેશનલ હાઈવે 66 પર આવી જ એક ઘટના બની હતી. આ અકસ્માતમાં 27 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનું મોત થયું હતું.
લોકોએ શું લખ્યું?
વીડિયોના કેપ્શનમાં કોઈએ લખ્યું છે કે, 'એક યુવકનો વાઈરલ વીડિયો જે સ્કૂટર પર ઝડપભેર જઈ રહ્યો હતો અને મેંગલોરના ઈલિયાર પડવુ નજીક યુ-ટર્ન લઈ રહેલી બસને ટક્કર મારતા ચમત્કારિક રીતે બચી ગયો. સ્કૂટર પછી ફિશ પ્રોસેસિંગ યુનિટના દરવાજા સાથે અથડાયું અને પછી એક દુકાન અને ઝાડ વચ્ચેથી પસાર થયું. એક યુઝરે કહ્યું, 'નસીબદાર માણસ' બીજાએ લખ્યું હતું કે, 'બાઇકર તો એવી રીતે ચલાવે છે જાણે કશું થયું જ નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.