ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:06 PM, 25 March 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈના એક સકસેસફૂલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ હ્યુમંસ ઓફ બોમ્બેને ચલાવનાર કરિશ્મા મેહતાએ ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ કર્યું હતું. ત્યારથી જ સોશિયલ મીડિયા પર તેમના આ ઇન્ટરવ્યૂની ચર્ચા થતી રહે છે. પીએમ મોદી અને કરિશ્મા બંને ગુજરાતી છે. કરિશ્માએ તે અનુભવ શેર કરતા જણાવ્યું કે ઇન્ટરવ્યૂની શરૂઆત ક્યા પ્રકારે થઇ.
સોશિયલ મીડિયા પર શેર કર્યો અનુભવ
તે જણાવે છે કે જ્યારે તેણે ઇન્ટરવ્યૂ લીધું તો સૌથી પહેલા પીએમ મોદીએ ગુજરાતી ભાષામાં વાત કરી. પીએમ મોદીએ સૌથી પહેલા ગુજરાતી અંદાજમાં કહ્યું કે કેમ છો મહેતા જી? તેમણે પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું છે કે ક્યા પ્રકારે પ્રધાનમંત્રીનાં આ ઇન્ટરવ્યૂએ તેમને આખી દુનિયામાં મશહૂર તો કર્યા જ પણ સાથે જ ઘણા પ્રકારની ઘૃણાનો પણ તે શિકાર બની.
ADVERTISEMENT
પીએમ મોદીનાં ઇન્ટરવ્યૂએ બદલી દિશા
તેઓ કહે છે કે હું એ સમયે 27 વર્ષની હતી, જ્યારે મને આપણા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ કરવાનો અવસર મળ્યો હતો. આ ઇન્ટરવ્યૂ લગભગ 22 મિનિટ ચાલ્યું હતું, જેણે મારી કરિયરની દિશા જ બદલી નાંખી.
ADVERTISEMENT
લોકોએ કરી ટ્રોલ
તેઓ જણાવે છે કે ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે તે સમયના એક ફેમસ યૂથ મેગેઝીનનાં કવર પર તેમનો ઇન્ટરવ્યૂનો ફોટો છાપી અને અત્યંત તીખું હેડિંગ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા અને પ્રધાનમંત્રીને પૂછવામાં આવેલ પ્રશ્નો માટે ઘણા આરોપો લગાવાયા અને એક તરફી વિચારધારા સાથે તેઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ઘણું પોપ્યુલર છે હ્યુમંસ ઓફ બોમ્બે
ઉલ્લેખનીય છે કે કરિશ્મા મહેતા માત્ર 21 વર્ષની હતી, જ્યારે તેમણે હ્યુમંસ ઓફ બોમ્બે નામનું પેજ શરુ કર્યું હતું. આજે હ્યુમંસ ઓફ બોમ્બે મુંબઈનાં લોકોમાં જ નહી, પરંતુ દેશ આખામાં ઘણું મશહૂર થઇ ગયું છે. આ પેજ પર મુંબઈ ન કેવળ ધબકે છે પરંતુ એવા લોકો અને એવી વાર્તાઓ સામે લાવે છે, જે સામાન્ય હોવા છતાં ખાસ હોય છે. આજે ફેસબુક પર તેના એક મિલિયનથી વધારે અને ઇન્સ્ટાગ્રામ પર તો બમણા ફોલોવર્સ છે. આ પેજ પાંચ વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યું હતું. હવે આ એવું ફેસબુક પેજ પણ છે, જેને પીએમ મોદીએ ઇન્ટરવ્યૂ માટે પસંદ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો