ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Kapil Dev Praises Ranveer Singhs Natraj Shot in 83

ફર્સ્ટ લુક / રણવીર સિંહનો નટરાજ શૉટ જોઈ ભાવુક થયો કપિલ દેવ, કર્યા તેના વખાણ

Published By: Noor

Last Updated: 11:14 AM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક '83' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રૉલ પ્લે કર્યો છે. થોડાં સમય પહેલાં જ રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બૉલ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે કપિલ દેવ જેવો જ દેખાઈ રહ્યો હતો. ત્યાર પછી તેણે સોમવારે એક અન્ય તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. જેમાં તે 'નટરાજ સ્ટાઈલ'માં શૉટ મારતો દેખાઇ રહ્યો છે. રણવીર સિંહના 'નટરાજ શૉટ'ની કપિલ દેવે પ્રશંસા કરી છે. 'નટરાજ શૉટ'ને કપિલ દેવનો સૌથી શ્રેષ્ઠ શૉટ માનવામાં આવે છે અને 1983ના વર્લ્ડ કપની જીત પર બનેલી આ ફિલ્મમાં રણવીરે ફરી આ શૉટ રિક્રિએટ કર્યો છે.

ADVERTISEMENT

  • રણવીરે શેર કર્યો 'નટરાજ શૉટ' મારતો ફોટો
  • કપિલ દેવે કહ્યું, 'હેટ્સ ઑફ રણવીર'

કપિલ દેવ જે રીતે એક પગને ઉપર ઉઠાવી લેગ સાઈડમાં લઈ નટરાજ શૉટ મારતા હતા, એવા જ પોઝ સાથેની તસવીર રણવીરે સોમવારે પોસ્ટ કરી હતી. કપિલે રણવીરની આ પોસ્ટ પર રીટ્વિટ કરતા લખ્યું, 'હેટ્સ ઑફ રણવીર'. રણવીરે ફોટા પર પહેલાં કેપ્શન આપ્યું હતું, 'નટરાજ શૉટ હેશટેગ રણવીર એઝ કપિલ'.

કપિલ દેવનો આ શૉટ 1983માં વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી 175 રનની અણનમ ઈનિંગ્સ પછી ફેમસ થયો હતો. આ મેચ કપિલ દેવના કરિયરની શ્રેષ્ઠ વનડે મેચમાંથી એક હતી અને રસપ્રદ વાત એ છે કે આ મેચ તે સમયે કોઈપણ ચેનલ પર પ્રસારિત કે રેકોર્ડ કરવામાં આવી નહોતી. 

ફિલ્મ '83'માં વેસ્ટ ઈન્ડીઝ સામે 1983ના વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતને ફરી રિક્રિએટ કરવામાં આવી છે કારણ કે આ જીત સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો અને પહેલીવાર વિશ્વ કપ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે દેશનું માથું ગર્વથી ઊંચુ કરી દીધું હતું. ફિલ્મ '83'નું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020 સુધી રિલીઝ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Shots Film ‘83’ Kapil dev Ranveer singh કપિલ દેવ ક્રિકેટ શૉટ ફિલ્મ ‘83’ રણવીર સિંહ First Look

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ