બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / Kamalam friction case: 26 AAP women activists to be produced before judge, charges to be heard

ગાંધીનગર / કમલમ્ ઘર્ષણ કેસઃ 26 AAP મહિલા કાર્યકર્તાઓને જજ સમક્ષ કરાશે રજૂ, આરોપ પર થશે સુનાવણી

Mehul

Last Updated: 11:46 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ-નેતાઓ પર 18 જેટલી કલમ લગાવાઈ છે.ત્યારે 26 જેટલી મહિલા કાર્યકરો પણ છે. જેઓને સોમવારે મોડી રાત્રે જજ સમક્ષ રજૂ કરાઈ હતી.

  • 'આપ'ની મહિલા કાર્યકર્તાઓને જજ સમક્ષ રજૂ કરાઈ 
  • કમલમમાં થયેલા ઘર્ષણ બાદ કરાઈ હતી અટકાયત 
  • અન્ય નેતાઓને મંગળવારે રજૂ કરાશે કોર્ટમાં 


ગાંધીનગરમાં સોમવારે આમ આદમી પાર્ટી  અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસનો બળ પ્રયોગ માત્ર ગાંધીનગર જ નહિ પણ દીલ્લ્હી સુધી પડઘા પાડી ગયો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ-નેતાઓ પર 18 જેટલી કલમ લગાવાઈ છે.ત્યારે 26 જેટલી મહિલા કાર્યકરો પણ છે. જેઓને સોમવારે મોડી રાત્રે જજ સમક્ષ રજૂ કરાઈ હતી. કમલમમાં થયેલા ઘર્ષણ બાદ આ મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો આપના અન્ય નેતાઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે.

મહિલા પ્રવક્તા સાથે અણછાજતા  વર્તનનો આરોપ      

પેપરકાંડને લઇને ભાજપ અને AAP પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યાલય પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન AAPના નેતાઓ કમલમમાં ઘુસી આવ્યા હતા. જેને લઇને આપ અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રદ્ધા રાજપૂતે AAP નેતા ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે. જેમાં હવે મહિલાઓને જજ સમક્ષ રજૂ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.


અનેક કલમો સાથે ગુનો નોંધાયો, બિન જામીનપાત્ર કલમો પણ ઉમેરાઇ

ગાંધીનગર પોલીસે AAP કાર્યકર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરાઇ છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135   સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે. બિન જામીનપાત્ર કલમો ઉમેરવામાં આવી છે. તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે.

ગાંધીનગર પોલીસ દ્વારા 400-500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીઃ SP મયુર ચાવડા

કમલમમાં BJP-AAPની બબાલ અંગે SP મયુર ચાવડાએ કહ્યું કે, કમલમમાં ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. AAPના કાર્યકર્તાઓમાંથી કેટલાકની અટકાયત કરી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા 400-500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટિંગના ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BJP તરફથી ફરિયાદીએ 6ના નામ સાથે ફરિયાદ આપી છે. 70 લોકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પોલીસના કેટલાક કર્મચારીઓને પણ ઘટના સમયે ઈજા પહોંચી છે. ફરિયાદી પક્ષના કેટલાક લોકોને ઘટનામાં ઈજાઓ થઈ છે, એક આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી, શિવકુમાર, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલ સહિત ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 3 દિવસમાં FSLનો રિપોર્ટ મળશે.

આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો 

AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હાત અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટકાલ નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.

ઈસુદાન, ગોપાલ ઈટાલિયા સહિતની નેતાઓની અટકાયત 

મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ