ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનારી જાસૂસ ભારતીય યુવતી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ઘટસ્ફોટ, ભયાનક દાવો

હરિયાણા / પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનારી જાસૂસ ભારતીય યુવતી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ઘટસ્ફોટ, ભયાનક દાવો

Last Updated: 11:34 AM, 18 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનારી ભારતીય યુવતી જ્યોતિ મલ્હોત્રાને લઈને એક ભયાનક ખુલાસો થયો છે.

ADVERTISEMENT

હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યૂબ વીડિયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસી નીકળી છે. પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે જ્યોતિ પર મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યોતિની ધરપકડ થઈ તેના મહિના પહેલાં એક ભારતીય વ્યક્તિએ જ્યોતિની શંકાપસ્દ ગતિવિધિઓ પકડી હતી અને એનઆઈએને જાણ કરી હતી તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહોતું.

1 વર્ષ પહેલાં શખ્સે શું ફરિયાદ કરી

કપિલ જૈન નામના એક X યુઝરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે એનઆઈએ, કૃપા કરીને આ મહિલા પર નજર રાખો.. તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચી હતી, પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે... આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે," જૈને જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું.

વધુ વાંચો : ફ્લાઈટમાં 5 નંબરની સીટ પર ભૂત બેઠું હતું, છતાં કોઈ ન ડર્યું, કારણ હેરાનીભર્યું, યુવતી સાથે કર્યું અજીબ

જ્યોતિ નીકળી પાકિસ્તાની જાસૂસ

જ્યોતિ, જેની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અનુક્રમે 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 1.33 લાખ ફોલોઅર્સ છે, તે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. 13 મેના રોજ, ભારતે તે પાકિસ્તાની અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર હાંકી કાઢ્યો હતો. 16 મેના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, 2023 માં, જ્યોતિ પાકિસ્તાન હાઇ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી જ્યાં તે પડોશી દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવા ગઈ હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે બે વાર પાકિસ્તાનની મુલાકાત લેનાર જ્યોતિ દાનિશના પરિચિત અલી અહવાનને મળી હતી જેણે તેના ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Spy Jyoti Malhotra news Jyoti Malhotra espionage Spy Jyoti Malhotra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ