બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેપારીએ લાખો રૂપિયાનો શોરૂમ મેનેજરના ભરોસે મૂક્યો, અને કરી નાખ્યો ન કરવાનો કાંડ

ઘોર કળિયુગ / વેપારીએ લાખો રૂપિયાનો શોરૂમ મેનેજરના ભરોસે મૂક્યો, અને કરી નાખ્યો ન કરવાનો કાંડ

Last Updated: 04:13 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં એક કપડાના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે મોજશોખ અને શેર બજારમાં રૂપિયા રોકાણ માટે માલિક સાથે 10.75 લાખની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી મેનેજરની ધરપકડ કરી છે.

દિવસે ને દિવસે વિશ્વાસુ લોકોજ વિશ્વાસઘાત કરી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના જૂનાગઢથી સામે આવી છે કે જ્યાં જૂનાગઢના રાયજીબાગ શોપિંગ સેન્ટરમાં રૂકીઝા નામનો કપડાનો શો રૂમ આવેલો છે. જેમાં શહેરના મેમણવાડામાં રહેતો ફરાઝ યુસુફ બેલીમ નામનો શખ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો છે. મેનેજર તરીકે ગત તા.૩ ફેબ્રુઆરીથી તા.૧૯ જુલાઈ સુધી ફરજ બજાવતો હતો. તે સમયે દરમિયાન શો રૂમમાં વેચાણ થયેલા કપડાના વેચાણની રકમમાં ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું છે.

ફરાઝે કુલ ૧૦.૭૫ લાખ રૂપિયા જે ખરેખર શો રૂમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના હતા. તેના બદલે તે રકમ જમા નહી કરાવીને ખોટી બનાવટી કેશઅપ રીપોર્ટ બનાવીને અને બેંક સ્લીપમાં પણ ૧૮ હજારના બદલે ૧.૦૮ લાખ કરીને ખોટી બેંક સ્લીપ પેઢીના વોટ્સઅપ ગ્રુપમાં મોકલી હતી. પેઢીના એકાઉન્ટર દ્વારા કપડાના શોરૂમ માં કેટલી આવક થઈ છે. તેની ખરાઈ કરવામાં આવી હતી અને તે સમયે જ મેનેજરની ગોલમાલનું ભાંડો ફૂટ્યો હતો. મેનેજર દ્વારા છેતરપિંડી કર્યા હોવાનું સામે આવતા ઓફિસ કંપનીના જસ્ટ રિટેલ પેઢીના રાજેશકુમાર જન્માશંકર જોશી દ્વારા સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મેનેજર ફરાઝ બેલીમની ધરપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે.

કપડાના શોરૂમમાં છેલ્લા છ મહિનાથી મેનેજર તરીકે ફરજ બજાવતા ફરાઝ બેલીમ દ્વારા આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે મોજ શોખ માટે અને શેરબજારમાં નાણા રોકાણ માટે તેણે આ છેતરપિંડી કરી છે. પોલીસે ફરાઝ બેલીમની ઊંડાણ પૂર્વક પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ CCTV ફૂટેજને લઈ માહિતી આયોગનો મોટો ચુકાદો, કહ્યું 'જો ઘટનાના 30 દિવસમાં...'

આમ લાખો રૂપિયાના કાપડ ના શોરૂમ ને મેનેજરના વિશ્વાસે મૂકવામાં આવ્યો હતો. પરંતુ અંતે મેનેજર જ દગાબાજ નીકળતા દગાબાઝ મેનેજર પોલીસ સ્ટેશનના લોકઅપની હવા ખાઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Junagadh Chhenterpindi Junagadh Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ