બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CCTV ફૂટેજને લઈ માહિતી આયોગનો મોટો ચુકાદો, કહ્યું 'જો ઘટનાના 30 દિવસમાં...'
Last Updated: 03:58 PM, 4 August 2025
રાજ્ય માહિતી આયોગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે ખાસ કરીને CCTV ફૂટેજની જથ્થાબંધ નાશ અને માહિતી આપવામાં આળસથી સંબંધિત છે. આ ચુકાદો ખાસ કરીને પોલીસ સ્ટેશન સંબંધિત ફરિયાદને આધારે આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું હતું કે અરજદાર દ્વારા RTI હેઠળ માગવામાં આવેલ CCTV ફૂટેજ આપવામાં આવ્યું નહોતું, જે ઘટના બન્યાના સમયગાળામાં હાજર હોવા છતાં નષ્ટ કરી દેવાયું હતું.
ADVERTISEMENT

આયોગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ કોઇ ઘટનાની આસપાસના સમયગાળાના CCTV ફૂટેજ માટે 30 દિવસની અંદર RTI કરે છે, તો સંબંધિત અધિકારીની જવાબદારી બને છે કે તે ફૂટેજ યોગ્ય રીતે સાચવી રાખે. જો તેમ કરવામાં નથી આવતું, તો માહિતી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયને કારણે હવે પોલીસ અને અન્ય સરકારી વિભાગોને વધુ જવાબદારીપૂર્વક કામ કરવું પડશે.
ADVERTISEMENT

માહિતી આયોગે સામાન્ય વહીવટ વિભાગના અગાઉના પરિપત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દરેક સરકારી સંસ્થાએ CCTV ફૂટેજ સાચવવા અંગેના નિયમોનું કડક પાલન કરવું જોઈએ. સાથે સાથે રાજ્ય પોલીસ વડા અને અન્ય અધિકારીઓને આ મામલે ફરીથી પરિપત્ર કરવા સૂચના અપાઈ છે, જેથી તમામ સ્ટેશનો અને વિભાગોને આ મુદ્દે સ્પષ્ટ દિશા-નિર્દેશ મળી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફ્રેન્ડશીપ ડેની પૂર્વ સંધ્યાએ બે મિત્રોએ તાપીમાં પડતું મૂક્યું, એકનું મોત, બીજો હોસ્પિટલાઇઝ
આ ચુકાદો સામાન્ય જનતા માટે પણ મહત્વ ધરાવે છે, કારણ કે હવે તેઓ જાણે છે કે જો સમયસર અરજી કરવામાં આવે તો CCTV ફૂટેજ મેળવવાનું તેમનું હક છે અને જો તે હક હનન થાય તો જવાબદાર સામે કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.