બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / Johnson & Johnson to pay hefty 230 crore penalty from National Anti-Profiteering Authority

બિઝનેસ / Johnson & Johnsonને GSTને લગતી આ બદમાશી ભારે પડી ; તોતિંગ 230 કરોડ દંડ ભરવો પડ્યો

Shalin

Last Updated: 06:38 PM, 25 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Anti-Profiteering Authorityએ GSTમાં થયેલા ઘટાડાનો ગેરલાભ ઉઠાવીને નફો કમાનાર બાળકોના ઉત્પાદનો બનાવતી કંપની Johnson & Johnsonને અધધ 230 કરોડનો દંડ ફટકાર્યો હતો.

  • ટેક્સ ઘટાડા બાદ પણ ગ્રાહકોને ફાયદો ન આપ્યો 
  • ૩ મહિનામાં ભાવો ઘટાડવાનું અલ્ટીમેટમ 

ઓથરીટીએ આ મંગળવારે નિવેદન આપ્યું હતું કે Johnson & Johnsonએ ટેક્સ ઘટાડા બાદ મળતા ફાયદાની ગણતરી બનાવટી રીતની અને ગેરમાર્ગે દોરે તેવી છે. 

કેવી રીતે આચરી ગેરરીતિ?

ઓથરીટીના મતે Johnson & Johnsonએ આશ્ચર્યજનક રીતે જુલાઈથી 14 નવેમ્બર 2017માં કંપનીની ખોટ અને ટેક્સનો દર બંને વધવા છતાં પોતાના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો નહોતો અને વિચિત્ર રીતે જયારે  GSTના દરો 28% થી ઘટીને 18% થયા હતા ત્યારે પોતાની કિંમતો 15 નવેમ્બરથી ઘટાડવાની જગ્યાએ વધુ નફો ખાટવા વધારી દીધી.

આમ ઓથરીટીના મતે ઘટેલા ટેક્સનો ફાયદો ગ્રાહક સુધી પહોંચાડવાની Johnson & Johnsonની દાનત નહોતી. 

વિક્રેતાઓનો કોઈ વાંક નથી

ઓથરીટીએ એમ પણ જણાવ્યું હતું કે Johnson & Johnson જનરલ ટ્રેડ, ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડ, મોડર્ન ટ્રેડ અને એક્સપોર્ટ દ્વારા વ્યાપાર કરે છે. આ તમામ વ્યાપારમાં ઉત્પાદક તરીકે તેમના ઉત્પાદનોના ભાવ નક્કી કરવાની જવાબદારી તેમની છે. આથી તેઓ જે રિટેલર્સએ ટેક્સના દર ઘટ્યા પહેલાના ભાવો મુજબ ઉત્પાદનો વેચવાનો ચાલુ રાખ્યા છે તેમની ઉપર દોષનો ટોપલો ઢોળી નહિ શકે. 

આ માટે Johnson & Johnsonને અમલીકરણ માટે 3 મહિનાનો સમય પાઠવવામાં આવ્યો છે અને તેમના ઉત્પાદનોની કિંમત તે મુજબ ઘટાડવા માટે સૂચના અપાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ