બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / john hollis has super antibodies that make it impossible for him to contract covid 19

OMG / આ વ્યક્તિ પાસે છે ‘સુપર એન્ટીબોડી’, જેનો ઉપયોગ કરી બની શકે છે રસી

Dharmishtha

Last Updated: 02:38 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વર્જીનિયા રાજ્યમાં એક એવો વ્યક્તિ છે જેની પાસે ‘સુપર એન્ટીબોડી’ છે.

  • ગત વર્ષે માર્ચે પોતાના 16 વર્ષના દિકરા સાથે યુરોપથી પાછા ફર્યા હતા
  • 10 હજાર ગણી પાતળી કરીએ તો પણ તે બિમારીને હરાવી શકે
  • આ નવા સ્ટ્રેન પર પણ અસરદાર છે.

10 હજાર ગણી પાતળી કરીએ તો પણ તે બિમારીને હરાવી શકે

જોન ર્હોલિસ નામના આ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી ખુબ અસરકારક છે. કહેવાય રહ્યું છે કે તેમની એન્ટીબોડીથી રસી બની શકે છે. જે વાયરસના નવા સ્ટ્રેનને મૂળથી ખતમ કરી શકે છે.  એન્ટીબોડી એટલી શક્તિશાળી છે કે જો તેમને દ્રવ્ય ભેળવીને 10 હજાર ગણી પાતળી પણ કરવામાં  આવે તો પણ તે બિમારીને હરાવી શકે છે.

ગત વર્ષે માર્ચે પોતાના 16 વર્ષના દિકરા સાથે યુરોપથી પાછા ફર્યા હતા

જોને કહ્યું કે તે ગત વર્ષે માર્ચે પોતાના 16 વર્ષના દિકરા સાથે યુરોપથી પાછા ફર્યા હતા. ત્યારે તેમને થોડું ઝડકન અનુભવાઈ હતી. તે વધારે ગંભીર નહોંતી.  તેમને થયું કે  વાતાવરણને લીધે ફ્લૂ હશે. જો કે થોડાક સમય પછી તેમના રુમ મેટ કોરોના ગ્રસ્ત મળ્યા અને તેમની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. જોને કહ્યું કે ત્યાં અમે વાયરસ અંગે બહું નહોંતી ખબર મને થયું કે મારી સાથે પણ આવું થઈ શકે અને હું દીકરાન ફરી ન જોઈ શકુ.

આ રીતે ખબર પડી તેમને 

જોને કહ્યું કે તેણે દિકરા માટે છેલ્લો પત્ર લખ્યો પરંતુ સારુ થયું કે ક્યારેય આપ્યો નહીં. જોનો મિત્ર સાજો થઈ ગયું પણ તે જરાય બિમાર ન થયા. તે એક યુનિવર્સિટીમાં કમ્યુનિકેશન મેનેજર છે. અહીંના એક ડોક્ટરે લેન્સ લિઓટ્ટા કોરોના એન્ટીબોડી પર ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા હતા. ત્યારે ગત વર્ષ જુલાઈમાં જોન તેમને મદદ કરવા વોલેન્ટિયર સ્ટડી માટે જવા લાગ્યા.

આ નવા સ્ટ્રેન પર પણ અસરદાર છે.

જોને કહ્યું જ્યારે મે ડોક્ટર લેન્સને પોતાની સ્ટડીના પરિણામ અંગે પૂછ્યુ. તો તેમણે જણાવ્યું તે મારા રુમમેટને કોરોના થયો હતો પણ હું બચી ગયો એ બાદ ડો.એ જોનની લાળ અને લોહીના નમૂના લીધા જેનાથી ખબર પડી કે તેમને કોરોના થયો પણ તેમની એન્ટીબોડીએ તેને ખતમ કરી નાંખ્યો. લેન્સે જણાવ્યું કે જોનની એન્ટીબોડી એટલી શક્તિશાળી છે કે તેમને જો દ્રવ્ય ભેળવીને પણ 10 હજાર ગણી પાતળી કરીએ તો પણ તે બિમારીને હરાવી શકે છે. જોનની એન્ટીબોડી અલગ છે. તે વાયરસના અનેક ભાગ પર હુમલો કરે છે અને જલ્દી તેને હરાવી દે છે. આ નવા સ્ટ્રેન પર પણ અસરદાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 super antibodies એન્ટીબોડી કોરોના વાયરસ કોવિડ 19 covid 19
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ