બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ બરોડામાં મેનેજરની જોબ, પગાર મહિને 1,20,000 રૂપિયા, કોણ કરી શકે અરજી?
Last Updated: 07:33 PM, 14 October 2025
બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખનારાઓ માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ ક્રેડિટ એનાલિસ્ટના વિવિધ પદો માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી હેઠળ મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજર સહિત કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 30 ઓક્ટોબર 2025 સુધી બેંકની અધિકૃત વેબસાઈટ bankofbaroda.bank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક થયેલો હોવો જરૂરી છે. જો ઉમેદવાર પાસે ફાઇનાન્સમાં સ્પેશિયાલાઈઝેશન હોય અથવા CA, CMA, CS, CFA જેવી વ્યાવસાયિક લાયકાત હોય તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. દરેક પદ માટે જરૂરી અનુભવનો સમયગાળો અલગ છે, જેની વિગત બેંકની અધિકૃત સૂચનામાં આપવામાં આવી છે.

ADVERTISEMENT
ઉંમરની ગણતરી 1 ઓક્ટોબર 2025ને આધારે કરવામાં આવશે. પદ મુજબ ન્યૂનતમ અને મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સૂચના ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચૂકાયેલા ઉમેદવારોને પદ મુજબ આકર્ષક પગાર મળશે.
ADVERTISEMENT
આ ઉપરાંત બેંકિંગ ક્ષેત્રની અન્ય સુવિધાઓ અને ભથ્થાં પણ મળશે.
આ ફી ન પરત થનારી છે, તેથી ફોર્મ ભરતી વખતે તમામ વિગતો યોગ્ય રીતે ભરવી જરૂરી છે.
ઉમેદવારોને પ્રથમ ઓનલાઈન પરીક્ષા આપવી પડશે જેમાં ચાર વિભાગ રહેશે.
આ પરીક્ષામાં કુલ 225 ગુણ હશે. પ્રારંભિક ત્રણ વિભાગ પાસ/નાપાસ આધારિત રહેશે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો : EPFO નો મોટો નિર્ણય, હવે PF એકાઉન્ટમાંથી તમામ નાણા ઉપાડી શકાશે, સમજો સંપુર્ણ ગણિત
જો તમે ફાઇનાન્સ ક્ષેત્રમાં સારી નોકરીની શોધમાં છો, તો આ તક ચૂકતા નહીં. બેંક ઓફ બરોડામાં મેનેજમેન્ટ લેવલની પોસ્ટ પર કામ કરવાનો મોકો અને ઉત્તમ પગાર બંને મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.