બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાજપ માટે પોતાનો ગઢ જ અઘરો બન્યો, નવું નામ જાહેર થતા જ બળવાની આશંકા
Last Updated: 10:14 PM, 1 July 2025
BJP state president's case gets complicated : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો સાબિત થઇ રહી છે. ભાજપને આશંકા છે કે, નવુ નામ જાહેર થયા બાદ અસંતુષ્ટો બળવો કરી શકે છે. ઉપરાંત માત્ર જ્ઞાતિ-જાતિ અને પ્રદેશને ધ્યાનમા રખાશે અને મજબૂત પ્રમુખ નહી આવે તો 2027ની ચૂંટણીમાં આફત આવી શકે છે. આમ આદમી પાર્ટી પહેલાથી જ ગુજરાતમાં આક્રામક વલણ અપનાવી રહી છે.
ADVERTISEMENT
ભાજપ માટે માથાનો દુખાવો બની ગઇ છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પ્રમુખની નિમણૂક લટકેલી જ છે. હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે પણ કેટલીયે વાર જાહેરમાં કહી દીધુ છે કે, હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. છેલ્લે વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વારાજ્યની કેટલીક ચૂંટણીઓને કારણે પ્રમુખની પસંદગીનો મુદ્દો લટકેલો હતો. પરંતુ હવે કોઈ જ મહત્વની ઈવેન્ટ નજીકના દિવસોમાં નથી આવતી એટલે કે આગામી થોડા દિવસોમાં જ ગુજરાત ભાજપને તેના નવા પ્રમુખ મળી જશે.
ADVERTISEMENT
નાત-જાત અને પ્રદેશ પર ધ્યાન આપશે તો સંગઠન ખાડે જશે
રાજકીય વર્તુઓમાં થઈ રહેલી ચર્ચા મુજબ, છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન નવા પ્રમુખ માટે અનેક નામો બજારમાં રમતા થયા હતા. પરંતુ ભાજપમાં એક એવી ટેન્ડન્સી છે કે, જેમના નામોની શક્યાતો હોય તેવા નામો ક્યારેય આવતા નથી પરંતુ તેમના બદલે નવુ જ કોઈ ક નામ આવી જાય છે. છેલ્લે પ્રમુખ માટે જે નામો રેસમાં છે તેમાં અમદાવાદના વેજલપુરના ધારસભ્ય અમિત ઠાકરનુ નામ સૌથી આગળ છે. જો કે વર્ષોથી ભાજપમા રહેલા નેતાઓનુ માનવુ છે કે, આ વખતે દીલ્હી ભાજપ હાઈકમાન્ડ માટે પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખની પસંદગી કરવાનુ સરળ નથી. કારણ કે, 2027મી ચૂંટણી આડે હવે અઢી વર્ષ જેટલો સમય બચ્યો છે. આથી નેતાઓ પણ કોઈ ચાન્સ નહી લે.ભાજપ પાસે વિધાનસભામાં 162 બેઠકો છે અને ગુજરાતની લોકસભાની કુલ 26માંથી 25 બેઠકો છે. ઉપરાંત વિરોધ પક્ષ કોંગ્રેસનો કંઈ જ ઠેકાણા નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટીનુ પરફોર્મન્સ પણ કોંગ્રેસ જેવુ જ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત માટે આગામી સાત દિવસ ખુબ જ ભારે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?
વિસાવદરના કારણે આપમાં નવા પ્રાણ ફૂંકાયા
ADVERTISEMENT
આવી સ્થિતિમાં આપના ગોપાલ ઈટાલીયાએ વિસાવદરની ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત પછડાટ આપીને બેઠક જીતી લીધી હતી. જેને લઈને ભાજપના નેતાઓ થોડા ચિંતિત છે.
મજબુત પ્રદેશ પ્રમુખ શોધવા ખુબ જરૂરી
ADVERTISEMENT
આગામી વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં આપ કે કોંગ્રેસ સહીતના કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારો કોઈ ચમત્કાર ન કરી જાય તે માટે પાટિલ જેવા મજબૂત પ્રદેશ પ્રમુખ શોધવા પડશે. ભાજપમાં જ આંતરીક રોષ ન ફેલાય તે માટે જ્ઞાતિ જાતિ તેમજ પ્રદેશને ધ્યાનમાં લેવા પણ જરૂરી છે. આવુ કરવામાં કદાચ મજબુત પ્રમુખ ન મળી શકે.
ભાજપને પણ હવે બળવાની બીક
ADVERTISEMENT
મજબુત અને યુવાન તેમજ ભણેલા ગણેલા અને ગોપાલ જેવા સામે એગ્રેસિવ થઈ શકે, તેમનો સામનો કરીને તેમના પર હાવી થઈ શકે તેવી પસંદગી કરવાનુ ભાજપ વધુ યોગ્ય ગણશે. જો કે, આવુ કરવામાં જ્ઞાતિ-જાતિ કે પ્રદેશનુ ધ્યાન ન રાખી શકાય અને તેને કારણે પણ ભાજપની નીચેની બન્ને કેડરોમાં અસંતોષ ઉભો થઈ શકે છે. આવા અસંતુષ્ટો ભલે ખુલીને બહાર ન આવે પરંતુ ચૂંટણીમાં તેમની નેગેટિવ ભૂમિકા ભજવે તો વિરોધ પક્ષોને તેનો સીધો ફાયદો થાય.
આગામી બે અઠવાડીયામાં નવા પ્રમુખની જાહેરાત
ભાજપના જ મોટા નેતાઓ નામ નહી લખવાની શરતે જણાવે છે કે, 2027ની ચૂંટણીની જીતનો આધાર પણ પ્રદેશ પ્રમુખની પસંદગી પર રહેશે. આગામી બે અઠવાડીયાની અંદર નવા પ્રમુખ આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.