બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત માટે આગામી સાત દિવસ ખુબ જ ભારે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?
8 ફોટો ગેલેરી
Last Updated: 08:28 PM, 1 July 2025
1/8
ઉત્તર રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન હોવાને કારણે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના પહેલા સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગનાં અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે.
2/8
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ. કે. દાસના અનુસાર, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતા વધુ રહેવાનું અનુમાન છે.
3/8
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે એટલે કે પહેલી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. ઉપરોક્ત તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
4/8
બીજી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
5/8
ત્રીજી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
6/8
ચોથી તારીખે ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે બાકી તમામ જિલ્લાઓમાં રાહત રહેશે
7/8
પાંચમી તારીખે ફરી ચોમાસું તીવ્ર બનશે. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે. જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
8/8
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેથી ભારેથી અતિભારે અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગમાં પણ યલોએલર્ટ રહેશે. સાતમી તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં યલો એલર્ટ અપાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / શનિની ડોઢી ચાલથી બચીને રહેજો આ 4 રાશિવાળા! તૂટશે દુ:ખોનો પહાડ
ટોપ સ્ટોરીઝ