બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું તમારા પણ ફોનની બેટરી ફટાફટ ખતમ થઈ જાય છે?, જાણી લો આ ટ્રિક
Last Updated: 08:14 AM, 31 March 2026
સ્માર્ટફોન ઉપયોગ કરતી વખતે બેટરી ઝડપથી ખતમ થવી ઘણા લોકો માટે મોટી સમસ્યા બની જાય છે. ખાસ કરીને બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સ અંગે અનેક ગેરસમજો જોવા મળે છે. લોકો માને છે કે આ એપ્સ સતત બેટરી ખાય છે અને તેથી તેઓ વારંવાર તેને ક્લિયર કરતા રહે છે. પરંતુ હકીકતમાં આ માન્યતા કેટલી સાચી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
જ્યારે તમે કોઈ એપમાંથી બહાર નીકળો છો ત્યારે તે સંપૂર્ણ બંધ થતી નથી પરંતુ સસ્પેન્ડ મોડમાં ચાલી જાય છે. આ સ્થિતિમાં એપ સક્રિય રીતે કામ કરતી નથી ફક્ત જરૂર પડે ત્યારે ઝડપથી ખુલવા માટે તૈયાર રહે છે. સિસ્ટમ આવી એપ્સને ખૂબ ઓછા રિસોર્સ આપે છે જેથી બેટરી અને પ્રોસેસર પર ભાર ઓછો પડે. એટલે બેકગ્રાઉન્ડમાં હોવું એ હંમેશા બેટરી ખાવું એવું નથી આ આધુનિક સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમનું સ્માર્ટ મેનેજમેન્ટ છે.
ADVERTISEMENT
મોટાભાગના કેસમાં બેકગ્રાઉન્ડ એપ્સ બેટરીને વધુ અસર કરતી નથી. બેટરી ત્યારે વધારે વપરાય છે જ્યારે એપ સતત ઇન્ટરનેટ, GPS અથવા નોટિફિકેશન સર્વિસનો ઉપયોગ કરે છે. જેમ કે સોશિયલ મીડિયા અથવા મેપ્સ એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટા રિફ્રેશ કરે છે. આ કારણોસર કેટલીક એપ્સ બેટરીને ધીમે ધીમે ખતમ કરી શકે છે.

ADVERTISEMENT
ઘણા લોકો માને છે કે એપ્સ ક્લિયર કરવાથી બેટરી બચશે, પરંતુ હકીકતમાં એવું નથી. જ્યારે તમે એપને ફરીથી ખોલો છો ત્યારે ફોનને વધુ પાવર વાપરવો પડે છે. આ કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થઈ શકે છે. એટલે વારંવાર એપ્સ ક્લિયર કરવી જરૂરી નથી અને તે ફાયદાકારક પણ નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ એનરોઈડમાં આ રીતે કામ કરે છે એપ્પલની એરડ્રોપ સિસ્ટમ, જાણી લેજો આ ટ્રિક
ADVERTISEMENT
કેટલીક એપ્સ બેકગ્રાઉન્ડમાં પણ સતત એક્ટિવ રહે છે. ફિટનેસ ટ્રેકિંગ, GPS આધારિત અને મેસેજિંગ એપ્સ તેનું ઉદાહરણ છે. આ એપ્સ સતત ડેટા અને લોકેશનનો ઉપયોગ કરે છે. એટલા માટે આવી એપ્સ બેટરી પર વધુ અસર કરે છે અને ધ્યાન રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
બેટરી બચાવવા માટે એપ્સ ક્લિયર કરતા રહેવાની જરૂર નથી. સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી રાખવી અને કામની ન હોય તેવી એપ્સની પરમિશન બંધ કરવી વધુ અસરકારક છે. બેટરી ઓપ્ટિમાઇઝેશન ફીચરનો ઉપયોગ પણ મદદરૂપ થાય છે. સેટિંગ્સ મેનેજમેન્ટથી તમે લાંબા સમય સુધી બેટરી બચાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.